• Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | ઝરાલી ગામે લાભાર્થી સ્વખર્ચે શૌચાલય તૈયાર કર્યું જે બાદ તંત્ર તરફથી એક પણ રૂપિયો સ

ભાસ્કર િવશેષ | ઝરાલી ગામે લાભાર્થી સ્વખર્ચે શૌચાલય તૈયાર કર્યું જે બાદ તંત્ર તરફથી એક પણ રૂપિયો સહાય ચૂકવવામાં આવતાં મૂશ્કેલીમાં મુકાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢતાલુકાના ઝરાલી ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉભા કરવામાં આવેલ શૌચાલયના મોટેભાગના લાભાર્થીઓને મળવાપાત્ર સરકારી સહાયની પુરી રકમ ચુકવવામાં આવી હોવાની ફરિયાદ ઉભી થઇ છે. અંગે સ્થાનિક ગ્રામપંચાયતના તલાટીથી માંડીને અન્ય પદાધિકારીઓ પ્રશ્ન તાલુકા પંચાયત નો છે. એમ કહી ઊંચા હાથ કરી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારની યોજના અંગે અને સ્વચ્છતા અભિયાન બાબતે ગ્રામજનો પ્રશ્ન ઉભો કરી રહ્યા છે.

સોનગઢ તાલુકાના ઝરાલી ગામે અંદાજિત 100 જેટલા લાભાર્થીઓને ગત વર્ષે એટલે કે દિવાળી પછી કેન્દ્ર સરકારની સહાય હેઠળ શૌચાલય યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. લાભાર્થીઓએ આવા શૌચાલય પોતાના ખર્ચે તૈયાર કરવાના હોય છે, અને કામ પૂર્ણ થયે એમને રૂપિયા 12,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. ઝરાલી ગામના લોકોના જણાવ્યા મુજબ ગત ઓક્ટોબર-2016ના માસમાં સ્થાનિક ગ્રામપંચાયત અને તાલુકાના અધિકારીઓ મળી કોઈક એજેન્સીને ગામમાં શૌચાલય બનાવી આપવાનું કામ સોંપી દીધું હતું. કામ કરનાર કોન્ટ્રાકટરે કામગીરીના નામે માત્ર વેઠ ઉતારી હોવાના કારણે હાલમાં કેટલાય શૌચાલયના શોષખાડા ખોદવામાં આવ્યા નથી કેટલાકને પાણીની ટાંકી બનાવી નથી આપી અને જેમના શોષખાડા ખોદવામાં આવ્યા છે. ત્યાં ઢાંકણ મુકવામાં આવ્યા નથી. આમ જે શૌચાલય કોન્ટ્રાક્ટરે બનાવ્યા છે એમાં પણ વેઠ ઉતારી કામગીરી પૂરી કરવામાં આવી છે.આ સમગ્ર કામગીરીમાં જેમણે પોતાના ખર્ચે શૌચાલય તૈયાર કર્યા છે એમની સ્થિતિ બાવા ના બેય બગડ્યા જેવી થઇ છે. કોન્ટ્રાકટર મહાશય તકલાદી કામ કરતો હોય એની પાસે ગામના પાંચ સાત લોકો શૌચાલય બનાવવા નો ઇન્કાર કરી દીધો હતો અને એમણે પોતાના ખર્ચે શૌચાલય તૈયાર કરી દીધા હતા.જે તે લાભાર્થીઓ સ્વખર્ચે ગત ઓક્ટોબર-2016 માં શૌચાલય તૈયાર કરી લીધા હતા અને હાલમાં વપરાશ પણ કરી રહ્યા છે.જોકે સરકાર તરફ થી મળવાપાત્ર સહાય ની રકમ 12,000 રૂપિયા એમને આજદિન સુધી મળી નથી.આવી સહાય ની રકમ કેન્દ્ર સરકાર આપતી હોય છે. આમ છતાં લાભાર્થીઓને છેલ્લા આઠઆઠ માસથી સહાય બાબતે વાયદાનો વેપાર કરવામાં આવી રહ્યો છે.આ સહાય ની બાકી રકમ અંગે તાજેતરમાં યોજાયેલ ગ્રામસભામાં પણ રજુઆત થઇ હતી એમાં ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી દસ દિવસમાં સહાય મળી જશે એવું વચન આપ્યું હતું પરંતુ પણ ખોખલું સાબિત થયું છે. અંગે ગામના તલાટી જતીન પરમાર નો દિવ્યભાસ્કર દ્વારા સંપર્ક કરવામાં આવતા તેમના જણાવાયા પ્રમાણે મૉટે ભાગના લોકો ને સહાય આપી દેવામાં આવી છે આમ છતાં જેમની સહાય બાકી છે ચુકવવાની જવાબદારી તાલુકાપંચાયતની છે એમ કહી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા. બાબતે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં અમારી સહાય ચૂકવવામાં નહિ આવે તો તાલુકાપંચાયત કચેરી ખાતે ધરણા સહીતના ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે.

સોનગઢમાં બનાવવામાં આવેલા શૌચાલયો.

ઝરાલી ગામે શૌચાલયના લાભાર્થીઓ સહાયનાં નાણાંથી વંચિત

અન્ય સમાચારો પણ છે...