વ્યારામાં આજે સોનગઢ પાલિકાની સામાન્ય સભા
વ્યારા | ૨૫/૦૨/૨૦૧૮ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે નગરપાલિકાના જનરલ બોર્ડ હોલમાં વ્યારાના પ્રાંત અધિકારી તુષાર જાનીની અધ્યક્ષતામાં સોનગઢ પાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાશે. સભામાં પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. કલેકટર તરફથી મળતી વિગતો મુજબ ગુજરાત નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાબતોના નિયમો અન્વયે આ ઉપપ્રમુખની પદાવધિ નકકી કરવાની કામગીરી બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે જે કોઇ સભ્ય ઉમેદવારી કરવા માટે ઇચ્છા ધરાવતા હોય તેમણે નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાબતોના નિયમોના નિયમ-૬માં કરેલી જોગવાઇ મુજબ નિયત નમૂનામાં ઉમેદવારીપત્ર ભરી અધ્યાસી અધિકારી અને નાયબ કલેકટર, વ્યારાને તેઓ બેઠકમાં જાહેર કરે ત્યારે નિયમ ૬(૧) મુજબ જાહેરાત કર્યાના સમયથી પંદર મિનિટના સમયમાં રજૂ કરવાના રહેશે.