તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોનગઢની રેફરલમાં એક બેડ પર બે દર્દી

સોનગઢની રેફરલમાં એક બેડ પર બે દર્દી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢતાલુકા જેવા સંપૂર્ણ આદિવાસી વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે પૂરતા પ્રમાણમાં સુવિધા ઉપલબ્ધ હોય ગરીબ દર્દીઓને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંગે તાલુકા પંચાયત સોનગઢના પ્રમુખે રાજ્યના આરોગ્ય મંત્રી શંકર ચૌધરીને પત્ર લખી સોનગઢ ખાતે સબ જિલ્લા હોસ્પિટલ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.

સોનગઢ તાલુકાના 174 ગામડાઓમાં વસવાટ કરતા લોકોને આરોગ્ય સુવિધાના નામે એક માત્ર રેફરલ હોસ્પિટલ મળેલ છે. અહીં પણ દર્દીઓને પૂરતા પ્રમાણમાં સગવડ મળતી હોય રેફરલ માત્ર પ્રાથમિક સારવાર માટે ઉપયોગી હોય એવું લાગે છે. અહીં દર્દીઓ માટે જરૂરી એવા બેડ પણ ખુબ ઓછા હોય ઘણી વાર દર્દીઓને બાંકડા પર અથવા જમીન પર સુવડાવી સારવાર આપવાની ફરજ પડતી હોય છે.

સોનગઢ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં જરૂરી તબીબો ની નિમણૂંક પણ કરવામાં આવતી હોય દર્દીઓ ફરજિયાત બારડોલી સુરત તરફ સારવાર અર્થે દોડવું પડતું હોય છે. સમસ્યા બાબતે સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ ભીલાભાઇ ગામીતે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીને એક પત્ર લખ્યો હતો.

એમાં જણાવ્યા મુજબ એમણે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગુરુવારે રેફરલ હોસ્પિટલની મુલાકાત લેતાં ઓપીડી વિભાગમાં મોટી ભીડ જોવા મળી હતી. હોસ્પિટલના વોર્ડમાં બેડના અભાવે દર્દીઓને બાંકડા પર સુવડાવી સારવાર આપવામાં આવતી હતી. વિસ્તારની આરોગ્ય ક્ષેત્રે વધતી જરૂરિયાત ને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા સોનગઢ ખાતે તાત્કાલિક યોગ્ય સુવિધા સાથેની સબ જિલ્લા હોસ્પિટલ શરૂ કરવામાં આવે તેવી તેમણે રજૂઆત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વિષયે જુદાં જુદાં સંગઠનો અને સંસ્થાઓ દ્વારા સમયાન્તરે આધુનિક હોસ્પિટલ શરૂ કરવા બાબતે માંગણી ઊભી થતી રહે છે પરંતુ આદિવાસી સમાજના વિકાસ માટે કરોડો ખર્ચ કરતી રાજ્ય સરકાર સોનગઢ જેવા આદિવાસી બહુલ ક્ષેત્રમાં એક આધુનિક હોસ્પિટલ ની સુવિધા નથી આપતી પણ એક સત્ય હકીકત છે.

હોસ્પિટલમાં જગ્યાના અભાવે એક બેડ પર બે દર્દીને સૂતેલી નજર પડે છે.

રેફરલ હોસ્પિટલમાં સગવડના અભાવે દર્દીઓને બાંકડા પર તો ક્યારેક જમીન પર સુવડાવવામાં આવે છે

સોનગઢ તા. પંચાયતના પ્રમુખની રાજ્યના આરોગ્ય મંત્રીને સબજિલ્લા હોસ્પિટલ શરૂ કરવા માંગ

અન્ય સમાચારો પણ છે...