તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રથમ વરસાદે ઉકાઈ રોડનો પુલ બેસી ગયો

પ્રથમ વરસાદે ઉકાઈ રોડનો પુલ બેસી ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢનાવાંકવેલ પાસે આવેલ એક પૂલ પ્રથમ વરસાદે ત્રણ જેટલી જગ્યાએથી બેસી જતા રોડ કામમાં થયેલ ગેરરીતિ ખુલીને બહાર આવી છે. સ્થળે ગતરાત્રીએ એક બાઇક્સવારને અકસ્માતમાં ઇજા પણ થઇ હોવાનું પણ જાણવા મળ્યું છે.

સોનગઢથી ઉકાઈ થઈ સેરૂલા સુધીના રોડ પર મોટા પ્રમાણમાં ટ્રાફિક જોવા મળતો હોય સ્ટેટ માર્ગ મકાન વિભાગ દ્વારા એને પહોળો કરી નવીનીકરણની કામગીરી તાજેતરમાં પૂર્ણ કરવામાં આવી છે. કામ અંતર્ગત રસ્તે આવેલ નાળા અને પૂલ પણ પહોળા કરવામાં આવ્યા છે. કામે ઉકાઈ રોડ પર વાંકવેલ પાસેથી પસાર થતા કોતર પર આવેલ પૂલ ગત એકાદ માસ પહેલા પહોળો કરવામાં આવ્યો હતો. પૂલ પહોળો કરવાના કામે પૂલની આસપાસ યોગ્ય મટીરિયલ્સ વડે પુરાણ કરવામાં નહીં આવતા પ્રથમ વરસાદે પૂલ પર ત્રણ ઠેકાણે ગાબડાં પડી ગયા છે, અને રસ્તો બેસી ગયો છે. ત્રણે ઠેકાણે રસ્તાની ધાર પણ ધોવાઈ ગઈ હોય અહીં થી પસાર થતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

ગત રાત્રીના આઠ વાગ્યાનાં સુમારે પણ એક બાઈક સવારે રસ્તે સાવચેતી માટે ગોઠવેલ પથ્થર પર બાઈક ચઢાવી દેતા રસ્તા પર પટકાયો હતો. બાઇકસવાર મહિલાને ઇજા થતાં 108 વાનની મદદથી સારવાર અર્થે ખસેડાઇ હતી. અગાઉ પણ ગુણસદા ગામ પાસે એક પુલ્યાનું કામ અધૂરું મૂકી દેવાયું હતું.

આમ રસ્તા અને નાળાના કામમાં થયેલ ગેરરીતિ પ્રથમ વરસાદમાં ખુલ્લી પડી જતા લોકોએ તંત્રની કામગીરી સામે પ્રશ્ન ઉભો કર્યો હતો. સ્થળ પર તાત્કાલિક રિપેર કામ હાથ ધરવામાં આવે અને અન્ય ઠેકાણે જ્યાં જરૂર હોય ત્યાં માટી કપચી પુરાણ કરવામાં આવે એવી માંગ ઉભી થઇ છે.

સીઝનનો પ્રથમ વરસાદ પડવાની સાથે ઉકાઈ રોડના પુલિયા પરનો બેસી ગયલો માર્ગ

માત્ર એક માસ પહેલા પૂલ પહોળો કરાયો હતો

અન્ય સમાચારો પણ છે...