કેનાલમાં હાથપગ ધોવા ગયેલો યુવક પગ લપસી જતાં ડૂબ્યો

ઝરીઆંબાનો યુવક અભ્યાસ માટે ઉકાઇ આવ્યો હતો આશાસ્પદ યુવકના મોતથી વસાવા સમાજમાં શોક

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:05 AM
કેનાલમાં હાથપગ ધોવા ગયેલો યુવક પગ લપસી જતાં ડૂબ્યો
સોનગઢ તાલુકાના ઉકાઈ નજીક આવેલ મુખ્ય કેનાલમાં ગુરુવારે સવારે હાથપગ ધોવા માટે ગયેલ વિદ્યાર્થીનો અકસ્માતે પગ લપસી જતા પાણીમાં ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ નોંધાયો છે.

મળેલ વિગત મુજબ સોનગઢ તાલુકાના ઝરીઆંબા ગામે રહેતા રાજુભાઇ રામુભાઈ વસાવા ખેતી અને મજૂરી કરી જીવન ગુજરાન ચલાવે છે. એમનો પુત્ર પ્રજ્ઞેશ રાજુભાઇ વસાવા(22) ઉકાઈ ખાતે આવેલ આઈટીઆઈ માં અભ્યાસ અર્થે આવતો હતો. ગુરુવારે સવારે પણ પ્રજ્ઞેશ ઉકાઈ આઈટીઆઈ ખાતે અભ્યાસ અર્થે આવ્યો હતો. એ સવારે શાળા નજીક આવેલ ઉકાઈ ડાબા કાંઠા કેનાલના પાણીમાં હાથપગ ધોવા અર્થે ગયો હતો. દરમિયાન અચાનક પગ લપસી જતા એ કેનાલના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.આ બનાવ અંગે મિત્રો એ પરિવારજનોને જાણ કરતા એઓ તાત્કાલિક કેનાલ કિનારે ધસી આવ્યા હતા.થોડા જ સમયની પ્રજ્ઞેશની લાશ પાણી માંથી મળી આવી હતી.આ અંગે ઉકાઈ પોલીસમાં મરણ જનાર વિધાર્થીના પિતા એ ફરિયાદ આપતા પોલીસે જાણવાજોગ નોંધ કરી હતી.

X
કેનાલમાં હાથપગ ધોવા ગયેલો યુવક પગ લપસી જતાં ડૂબ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App