ઉકાઈમાં પાનમસાલાના ગોડાઉનના તાળાં તોડી રૂ. 4.37 લાખની ચોરી

ઉકાઈમાં પાનમસાલાના ગોડાઉનના તાળાં તોડી રૂ. 4.37 લાખની ચોરી

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:05 AM IST
સોનગઢના ઉકાઈ ખાતે આવેલ વર્કશોપ બજારમાં રહેતા અને વિમલ પાન મસાલાનો હોલસેલ વેપાર કરતા ઇસમના ગોડાઉનનું તાળું તોડી અજાણ્યા ચોર ઈસમો 48 થેલા વિમલ પાન મસાલા અને તમાકુ કે જેની કિંમત રૂપિયા 4,37,772 થાય છે એની ચોરી કરી નાસી છૂટ્યા હતા.

ઉકાઈ વર્કશોપ બજાર ખાતે રહેતા ગજાનંદભાઈ જગદીશભાઈ અગ્રવાલ વિમલ પાન મસાલાનો જથ્થાબંધનો વેપાર કરે છે.એમણે ગત બે દિવસ પહેલા 100 થેલા વિમલ અને એટલા જ થેલા તમાકુના મંગાવ્યા હતા અને ઘર નજીક આવેલ ગોડાઉનમાં ઉતાર્યા હતા. ગત આઠમીએ રાત્રીના સમયે ગ્રાહકોને પાન મસાલાની ડિલિવરી આપી એઓ ગોડાઉન બંધ કરી ઘરે ચાલી ગયા હતા.પાછળથી મોડી રાત્રીના સમયે કોઈક અજાણ્યા ચોર ઈસમો ગોડાઉનના દરવાજે મારેલું તાળું તોડી ગોડાઉનમાં પ્રવેશી એમાં રહેલ પાન મસાલા અને તમાકુના કુલ થેલા પૈકીના 24 મસાલાના અને 24 તમાકુના થેલા કોઈક વાહનમાં ભરી ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ અંગે પાડોશીઓ એ ગજાનંદભાઈને જાણ કરતા એમને ચોરીની જાણ થઈ હતી. આ અંગે ઉકાઈ પોલીસ માં પાન મસાલાની 24 બોરી કિંમત રૂપિયા 4,01,616 અને તમાકુ 24 બોરી કિંમત રૂપિયા 36,156 મળી કુલ 4,37,772 ની મતાની ચોરી બાબતે ઉકાઇ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

X
ઉકાઈમાં પાનમસાલાના ગોડાઉનના તાળાં તોડી રૂ. 4.37 લાખની ચોરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી