તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સોનગઢ| સોનગઢનાંટાપરવાડા ગામે તાલુકા ભાજપ મહિલા મોરચાની બેઠકનું આયોજન કરવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનગઢ| સોનગઢનાંટાપરવાડા ગામે તાલુકા ભાજપ મહિલા મોરચાની બેઠકનું આયોજન કરવામાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢ| સોનગઢનાંટાપરવાડા ગામે તાલુકા ભાજપ મહિલા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં આગામી સમયમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે મહિલા મોરચાની ભાગીદારી વિષય પર મનન થયું હતું. બેઠકમાં તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવાની બાબત પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે રાજ્યમાં સ્થાનિક પંચાયતથી માંડીને વિધાનસભા સુધી સરકાર દ્વારા આપવામાં આવેલ મહિલા અનામતની નિતી બાબતે સમજણ આપવામાં આવી હતી. મહિલા અગ્રણી કૈલાશબહેન ગામીતે તાલુકાનાં મહિલા સરપંચો બાબતે વિગતો આપી જણાવ્યું કે સરકાર જે ગામમાં મહિલા સરપંચો છે ત્યાં વિશેષ કામગીરી થાય એવી અપેક્ષા રાખે છે ત્યારે આપણે પણ ગામનો વિકાસ થાય એવા પ્રયત્ન કરવાની જરૂર છે. આગામી સમયમાં રાજ્યમાં ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવા માટે ઉપસ્થિત બહેનોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

ટાપરવાડામાં ભાજપ મહિલા મોરચાની બેઠક યોજાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો