તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • તાપી જિલ્લમાં 21 ટકા વરસાદ નોંધાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપી જિલ્લમાં 21 ટકા વરસાદ નોંધાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષેમોડે મોડે આવેલા મેઘરાજાએ તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મુકામ પાળ્યો હોય તેમ ધીમી ધારે વરસી રહ્યા છે. 18મી જુલાઈ સુધીમાં છેલ્લા દશ વર્ષની સરાસરીએ તાપી જિલ્લા માં 21.01% એટલે કે 275 મિમી વરસાદ નોંધાઇ ચૂક્યો છે ગત વર્ષે એટલે કે 2015 માં આજ ના દિવસે જિલ્લાનો કુલ વરસાદ 208 મિમી એટલે કે 15.62% જેટલો થયો હતો.

વર્ષે તાપી જિલ્લાના તાલુકાઓ પૈકી વ્યારા તાલુકામાં હમણાં સુધી સૌથી વધુ એટલે કે 358 મિમી વરસાદ પડી ચુક્યો છે. જ્યારે સૌથી ઓછો કુકરમુંડામાં માત્ર 184 મિમી વરસાદ નોંધાયો છે. એજ પ્રમાણે સોનગઢમાં 321 મિમી, ડોલવણમાં 355 મિમી જેટલો નોંધપાત્ર વરસાદ થયો છે. અન્ય તાલુકાઓમાં જોઈએ તો ઉચ્છલમાં 282 મિમી, વાલોડમાં 238 મિમી અને નિઝરમાં 187 મિમી વરસાદ થયો છે.

તાપી જિલ્લા નો છેલ્લા દશ વર્ષનો સરાસરી વરસાદ 1309 મિમીના પ્રમાણમાં 18મી સુધી 275 મિમી વરસાદ થતા કૂલ 21.01% વરસાદ થયો છે. જિલ્લાના મોટે ભાગના તાલુકામાં વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રો ખેતીકામમાં જોડાયેલા જોવા મળે છે. જિલ્લામાં ખાસ કરીને જુવાર, ડાંગર, તુવેર અને કઠોળ,મગફળી તથા શાકભાજી જેવા ખેતીપાક લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો