તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોનગઢના ગરીબ કલ્યાણ મેળામાં 3007 લાભાર્થીઓને ~. 3.39 કરોડની સહાય

સોનગઢના ગરીબ કલ્યાણ મેળામાં 3007 લાભાર્થીઓને ~. 3.39 કરોડની સહાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરીબકલ્યાણ મેળાઓમાં લાભાર્થીઓને રોકડ નાણાકીય સહાયના ચેકો ઉપરાંત રોજગાર/સ્વરોજગારી માટે સાધન સહાય આપવામાં આવે છે. સાધન સહાયથી રોજગાર/સ્વરોજગાર થકી આર્થિક ઉપાર્જન કરી ઉન્નત મસ્તકે જીવન વ્યતીત કરી શકે છે. ગરીબ કલ્યાણ મેળો વ્યક્તિને સ્વાભિમાનપૂર્વક જિંદગી જીવવાનો અધિકાર આપે છે એમ, રાજ્યના રાજ્યકક્ષાના બાળ અને મહિલા વિકાસ મંત્રી ડૉ. નિર્મળાબેન વાધવાણીએ જણાવ્યું હતું.

તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજાયેલા વ્યારા પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત લાભાર્થીઓ અને પ્રજાજનોને સંબોધતા મંત્રી ડૉ. નિર્મળાબેને ગરીબ કલ્યાણ મેળામાં સહાય સીધે સીધી લાભાર્થીના હાથમાં જતી હોય વચેટિયા પ્રથા નાબુદ થઇ હોવાનું જણાવી તેમણે મળેલી સહાયનો સદુપયોગ કરવા અનુરોધકર્યો હતો.

ચાલુ વર્ષ દરમિયાન રાજ્યભરમાં ૧૧૦ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરી ૧૨ લાખ લાભાર્થીઓને રૂા. ૩૨૦૦ કરોડની સહાય આપવામાં આવશે એમ વધુમાં જણાવ્યું હતું. ઉપરાંત તેમણે રૂા.૪૦૦ કરોડના ખર્ચે ઉકાઇ અસરગ્રસ્ત વિસ્તારના ૧૬ ગામોને ડ્રીપ ઇરિગેશનની સુવિધા ઉપલબ્ધ કરાવશે એમ વધુમાં ઉમેર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંત્રી અને અન્ય મંચસ્થ મહાનુભાવોએ વ્યારા પ્રાંતમાં સમાવિષ્ઠ વાલોડ, ડૉલવણ, વ્યારાઅને સોનગઢ તાલુકાના લાભાર્થીઓને સહાયના ચેકો અને સાધન સહાયનું વિતરણ કર્યું હતું.આ ગરીબ કલ્યાણ મેળા દરમિયાન સોનગઢ તાલુકાના ૧૬૫૭ લાભાર્થીઓને રૂા. ૯૨,૪૮,૧૧૬, વ્યારા તાલુકાના ૫૦૫ લાભાર્થીઓને રૂા.૨૯,૮૫,૫૩૫, વાલોડ તાલુકાના ૪૯૧ લાભાર્થીઓને ૪૦,૩૫,૩૩૪ અને ડૉલવણ તાલુકાના ૩૫૪ લાભાર્થીઓને રૂા. ૧,૭૬,૩૮,૧૮૧ મળી કુલ ૩૦૦૭ લાભાર્થીઓને રૂા. ૩,૩૯,૦૭,૧૬૬ના ચેકો અને સાધનોની સહાય કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નિઝરના ધારાસભ્ય કાંતિભાઇ ગામીત, જિલ્લા કલેકટર બી.સી પટણી, જિલ્લા વિકાસ અધિકારી એન.કે ડામોર, જિલ્લા પોલીસ વડા ડૉ. એમ.કે નાયક, અન્ય વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ સર્વશ્રી જયરામભાઇ ગામીત, નીતિનભાઇ, રાજેન્દ્રસિંહ કુંવર, લાભાર્થીઓ, અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

સોનગઢ માં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળા માં એક દિવ્યાન્ગ લાભાર્થી ઓને સાધન સહાય આપતાં મંત્રી અને અગ્રણીઓ.

ગરીબ મેળો એટલે ગરીબોને જીવન જીવવાનો અધિકાર : ડૉ.નિર્મલાબેન

અન્ય સમાચારો પણ છે...