તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તાપી જિલ્લાનાં 199 બ્લડ સેમ્પલમાં ડેંગ્યુના 12 કેસ પોઝિટિવ નિકળ્યા

તાપી જિલ્લાનાં 199 બ્લડ સેમ્પલમાં ડેંગ્યુના 12 કેસ પોઝિટિવ નિકળ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
28સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ તાપી જિલ્લામાં ડેંગ્યુ તાવના પરીક્ષણ માટે ૧૯૯ લોહીના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ડેંગ્યુ તાવના ૧૨ પોઝીટીવ કોન્ફર્મ કેસ મળી આવ્યા છે. જેમાં વ્યારા શહેરી વિસ્તારના ૪, સોનગઢ શહેરી વિસ્તારના અને કેસો ગ્રામ્ય વિસ્તારમાં નોંધાવા પામ્યા છે. વાહક જન્ય રોગમાં કોઇનું મરણ નોંધાયું નથી.

ડેંગ્યુ, મલેરિયા રોગથી લોકોએ ગભરાવાની કે ખોટી દહેશતમાં આવી જવાની જરૂર નથી. શંકાસ્પદ મલેરિયા, ડેંગ્યુ તાવના લક્ષણ જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પીટલો કે આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરી લોહીની તપાસ કરાવી સારવાર લેવી. હાલમાં તાત્કાલિક અસરથી તા. ૦૧/૧૦/૨૦૧૬ સુધી તાપી જિલ્લાના દરેક ગામમાંહાઉસ ટુ હાઉસસર્વેની બીજા રાઉન્ડની કામગીરી ચાલી રહી છે. વાહક જન્ય રોગોને ફેલાતા અટકાવવા માટે તંત્ર દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સૌની સુખાકારી આપણા સૌની જવાબદારી છે.

મલેરિયા કે ડેંગ્યુ તાવ બાબતે ગભરાવવાની કે ખોટીસ અફવાઓથી દહેશતમાં આવી જવાની જરૂર નથી એમ, જિલ્લા મલેરિયા અધિકારી, તાપી તરફથી જણાવાયું છે.

વ્યારામા ૪, સોનગઢમાં 1 અને ગ્રામ્યમાં 7

અન્ય સમાચારો પણ છે...