તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યારા બસસ્ટેશન પર CCTV કેમરાની નજર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારા બસસ્ટેશન પર CCTV કેમરાની નજર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંદિપસિંહ ગોડાદરિયા |વ્યારા

તાપીજિલ્લો બન્યાબાદ ધીમે ધીમે વિકાસના વેગ પણ વધી રહેવાની સાથે વિવિધ સેવાઓમા આધુનિકતા આવી રહેતા પ્રજાજનો માટે સુવિધાઑ ઊભી થઈ રહી છે. દિવસ દરમિયાન હજારો મુસાફરોની અવર જવર માટે મહત્વનુ ગણાતું તાપી જિલ્લાનું વ્યારા બસસ્ટેન્ડમાં એસ.ટી તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ 8 સીસીટીવી કેમેરા મૂકી બસસ્ટેન્ડના મુસાફરોની સુવિધા વધારી ડેટા ખુશીની લહેર ઉઠી હતી. સીસીટીવીના પગલે બસસ્ટેન્ડ પર રખડતા અસમાજિક તત્વો બંધ થશે.

તાપી જિલ્લો એક આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોય. વિસ્તારમાં બસ સેવાએ અવર જવર માટેનું મહત્વનુ સ્થળ ગણાય છે. તાપી જિલ્લા ખાતે કાર્યરત એસ.ટી તંત્ર દ્વારા જિલ્લાના મુખ્ય વડા મથક વ્યારા ખાતે નવા બસસ્ટેન્ડ પર વિવિધ જગ્યાએ 8 સીસીટીવી કેમેરા મૂકી આવ્યા છે. જેના પગલે બસસ્ટેન્ડની સુરક્ષા વધી ગઈ છે. તેમજ દિવસ અને રાત્રિના સમયે મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષામાં વધારો થશે તેમજ સીસીટીવીના પગલે બસસ્ટેન્ડ નજીક અડ્ડો જમાવી બેસતા અસામાજિક તત્વો માટે મુશ્કેલી ઊભી થશે. સાથે એસ.ટી તંત્રની સેવામાં પારદર્શક્તા આવશે. વ્યારા બસસ્ટેન્ડ ખાતે દિવસભર 150 થી વધુ બસોની અવર જવર અને 1000 થી વધુ મુસાફરોની આવન જાવન રહે છે. તાપી જિલ્લા ખાતે સુરક્ષાની દ્રષ્ટિએ એસ.ટી વિભાગ દ્વારા વ્યારા બસસ્ટેન્ડ ખાતેથી સી.સી.ટી.વી કેમેરા લગાવવાની શરૂઆત કરતાં વ્યારા નવું બસસ્ટેન્ડ જિલ્લાનું પ્રથમ સીસીટીવી સુવિધા ધરાવતું બસસ્ટેન્ડ બની ગયું છે. સેવા શરૂ થયાબાદ અન્ય તાલુકાનાં બસસ્ટેન્ડો પર આયોજન પ્રમાણે સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે. વ્યારા ખાતે નવા બસસ્ટેન્ડમાં મુકાયેલ 8 સીસીટીવી કેમેરાનું સંચાલન કંટ્રોલરૂમના કેબિન ખાતેથી થશે. જ્યારે એક અધિકારી દ્વારા ટીવી સ્ક્રીન પર સતત મોનિટરિંગ કરવામાં આવશે. અંગે સોનગઢ ડેપો મેનેજર મનોજભાઇ ચૌધરીએ જણાવ્યુ હતું કે તાપી જિલ્લા ખાતે પ્રથમ સીસીટીવીથી સજ્જ બસસ્ટેન્ડ વ્યારા બાદ અન્ય સ્થળોએ સીસીટીવી કેમેરાઑ મુકાશે.

વ્યારા બસસ્ટેન્ડ પર રોજની 150 થી વધુ બસો અને 1000 થી વધુ મુસાફરોની આવન જાવન

વ્યારા નગરનાં એસટી બસ સ્ટેશન પર પણ હવે સીસી કેમેરાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તસવીર- ભાસ્કર

કેમેરાથી હવે સુરક્ષામાં ઘણો વધારો થશે

વ્યારાખાતે સીસીટીવી મૂકવાના પગલે સુરક્ષામાં આપોઆપ વધારો થશે. સાથે રાત્રિ દરમિયાન એકલી મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા વધશે. સાથે બસસ્ટેન્ડ પર અસામાજિક તત્વોના અડિંગો તથા ચોર પાકીટમારો માટે સીસીટીવીનો ભય રહેતા બસસ્ટેન્ડ પર ગુનાખોરી અટકશે.

8 જેટલા સ્થળોએ સીસીટીવી કેમેરા મુકાયા

વ્યારાનગરખાતે આવેલું નવું બસસ્ટેન્ડ પર એસ.ટી વિભાગ દ્વારા 8 સ્થળોએ સીસીટીવી કેમેરા મૂક્યા જેમાં મુસાફરોના બેસવાના સ્થળો પર 2, પાસ સેવા અપાતી બારી તરફ 1, બહાર બસની અવર જવર સ્થળે 4, તેમજ પાર્કિંગ પાસે 1 મળી કુલ 8 સિસટીવી કેમેરા મૂકી જેનું મોનિટરિંગ કંટ્રોલરૂમ મુકાયું હતું.

મુસાફરોની હાલાકીઓ પણ હવે દૂર થશેે

^હાલ વ્યારા નવા બસસ્ટેન્ડ ખાતે 8 સીસીટીવી કેમેરા ફિટ કરી સુરક્ષા ચાલુ કરી દેવાય છે. તેનું સંચાલન કંટ્રોલ કેબિનમાંથી કરાશે. સીસીટીવીની સુવિધાથી મુસાફરોની હાલાકીઓ પણ હવે દૂર થશે. > નવીનભાઈગામિત, ટ્રાફિકકંટ્રોલ,વ્યારા.

સુવિધા |તાપી જિલ્લાના બસસ્ટેશનમાં પ્રથમવાર આવી સુવિધા ઉપલબ્ધ કરાઇ છે

સીસીટીવીના પગલે બસસ્ટેન્ડ નજીક અડ્ડો જમાવી બેસતા અસામાજિક તત્વો પર પણ લગામ લાગશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો