તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હથનુર ડેમમાંથી 1.29 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી મંગળવારે બપોરે 1,29,341 કયૂસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવતા આવતા ચોવીસ કલાકમાં આ પાણી ઉકાઈ ડેમમાં ઠલવાશે. આ સીઝનમાં પ્રથમવાર ઉકાઈ ડેમમાં મોટાપ્રમાણમાં પાણી આવવાની સંભાવના ઉભી થઇ છે. હાલમાં ડેમની સપાટી 305.88 ફૂટ છે જે બે દિવસમાં વધારો થશે.

ઉકાઈડેમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્રના ગેજ સ્ટેશનો પર છેલ્લા ચોવીસ કલાકમાં દેમાર વર્ષા નોંધાતા જલગાવ નજીકનો તાપી નદી પરનો હથનુર ડેમ તેની પૂર્ણ સપાટી નજીક પહોંચ્યો છે. હથનુર ડેમની પૂર્ણ સપાટી 214 મીટર છે એના પ્રમાણમાં મંગળવારે સપાટી 210.90 મીટર પર પહોંચી ગઈ હતી. આ ડેમમાં પાણીની આવક ધ્યાને લઇ મહારાષ્ટ્ર સિંચાઈ વિભાગે ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. મંગળવારના દિવસ દરમિયાન હથનુર ડેમના તમામ એટલે કે 36 દરવાજા ખોલી ડેમમાંથી કુલ 1,29,341 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ ડેમ માંથી પાણી છોડવામાં આવતા હેઠવાસમાં આવેલ સારંગખેડા અને પ્રકાશા બેરેજના પણ દરવાજા ખોલી લગભગ 76028 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ પાણી આવતા ચોવીસ કલાકમાં ઉકાઈ ડેમમાં આવવાનું શરૂ થઇ જશે. હાલમાં ઉકાઇની સપાટી મંગળવારે સાંજે 305.88 ફૂટ પર પહોંચી છે જયારે સાંજે ડેમમાં પાણીની આવક માત્ર 11684 ક્યુસેક રહી છે. ઉપરવાસમાંથી આવતા આ પાણીના જથ્થાના કારણે ડેમની સપાટી આવનાર બે દિવસમાં સારી એવી વધવાની સંભાવના છે. જોકે ઉકાઈ ડેમની પૂર્ણ સપાટી 345 ફુટ છે અને હાલમાં ડેમ 305 ફૂટની સપાટીએ છે એટલે ઉકાઈ ડેમમાં આ પાણીની આવકને કારણે ચિંતાનું કોઈ કારણ નથી ઉપરવાસમાંથી આવતું પાણી ઉકાઈડેમમાં સંગ્રહ થઇ શકશે એટલો ડેમ હાલમાં ખાલી પડયો છે.

મહારાષ્ટ્રના જલગાવ પાસે આવેલા હાથનુર ડેમની ફાઇલ તસવીર

અન્ય સમાચારો પણ છે...