• Gujarati News
  • National
  • સાદડવેલ વનમાં વૃક્ષો કપાતા અટકાવવા લોકોનો પ્રયાસ

સાદડવેલ વનમાં વૃક્ષો કપાતા અટકાવવા લોકોનો પ્રયાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢમલંગદેવ રેંજ તથા સાદડવેલ રેંજ વિસ્તારમાં કેટલાક ઈસમો જંગલ ચોરીના કાળા ધંધા સાથે સંકળાયેલા છે એવા કેટલાક તત્વો જંગલની જમીન ખેડવા માટે વૃક્ષો સાફ કરી રહ્યા છે.આ બાબતે વન વિભાગ દ્વારા પગલા ભરવામાં આવે છે ખરા પરંતુ અપૂરતા હોય દુષણ દિન પ્રતિદિન વધતું જાય છે.આ બાબતે વ્યારા ડીએફઓ ડો.શશીકુમાર દ્વારા ગત 17 મી તારીખે સાદડવેલ ગામે વન સમિતિ દ્વારા યોજવામાં આવેલ એક સંમેલનમાં જંગલો અને વૃક્ષો તમારા છે અને એને સાચવવા ની જવાબદારી પણ તમારી છે તેવી માર્મિક અપીલ કરતા હવે સ્થાનિક ગ્રામજનો જાગૃત થઇ ગેરકાયદે ખેડાણ સામે વિરોધ નોંધાવી અને જંગલ માંથી વૃક્ષો કપાય એવા પ્રયાસ શરુ કર્યા હોવાની માહિતી મળી છે.

સોનગઢ તાલુકાના જંગલ વિસ્તારોમાં દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં જંગલ જમીનનો મુદ્દો ઉચકાઈ છે. જોકે આવી જમીન મેળવવા સોનગઢ પંથક માંથી સેકડો ની સંખ્યા માં લોકો અરજી કરી છે.આ અરજી કરનારા પૈકી ઘણા લોકો સરકાર દ્વારા નક્કી કરેલ વ્યાખ્યામાં આવતા હોય એમની અરજી નામંજૂર કરવામાં આવી છે અથવા પેન્ડીંગ રાખવામાં આવી છે. અરજી કરનારા લોકો પૈકી ના કેટલાક લોકો અમુક તત્વો ખોટી ઉશ્કેરણી ના કારણે જંગલ ની જગ્યામાં આવેલ નાના મોટા વૃક્ષો સાફ કરી એવી જગ્યા કબજે કરવા ના પ્રયાસ કરે છે.આ ગેરકાયદે પ્રવુતિ સામે વન વિભાગ પ્રેરિત વન સમિતિ ના સભ્યો હવે મેદાન માં આવ્યા છે. પંદર દિવસ પહેલા સાદડવેલ ગામ નજીક ના અનામત જંગલમાં બાજુ ના મેઢા ગામ ના કેટલાક લોકો ખેડાણ કરી કાચા પાકા છાપરા પાડી દીધા હતા.આ બાબતે સ્થાનિક ગ્રામજનો વિરોધ કરી જંગલ માં પાડવામાં આવેલ છાપરા દુર કરી દીધા હતા. પ્રકરણ માં જેમના છાપરા હતા તેઓએ સાદડવેલના ગ્રામજનો વિરુદ્ધ વ્યારા ડીએસપીને ફરિયાદ આપી હતી. ફરિયાદ બાબતે સચ્ચાઈ જાણવા માટે ગ્રામજનો જંગલ ના સ્થળ પર રૂબરૂ આવવા અધિકારીઓને અપીલ કરી હતી. શનિવારે વ્યારા ડીએફઓ ડો.શશીકુમાર અને ડીવાયએસપી ભગીરથસિંહ ગઢવી સાદડવેલ ગામ નજીક આવેલ જંગલ ની મુલાકાતે આવ્યા હતા. તેમણે ગ્રામજનો પાસે એમની રજૂઆત સંદર્ભે પૂરાવા મેળવ્યા હતાઅને બાબત ની ખાત્રી પણ કરી હતી.આ અંગે વન સમિતિ ના આગેવાનો અને સ્થાનિક ગ્રામજનો એક મુલાકાત માં જણાવ્યું કે અમારા જીવન નો આધાર જંગલો છે અને જંગલો નહિ બચશે તો અમારી સંસ્કૃતિ અને જીવન પદ્ધતિ ને ઘણું મોટું નુકશાન થવા ની સંભાવના છે. તેમણે ડીએફઓની અપીલનો હવાલો આપી જણાવ્યું કે અમારી સમિતિ ના સભ્યો દ્વારા જંગલ માં ચાલતા ગેરકાયદે ખેડાણ સામે તથા વૃક્ષો કાપવાની પ્રવુતિ વિરુદ્ધ એકજુટ થઇ દુષણ ને દુર કરવા વન વિભાગને સાથે રાખી પ્રયાસો કરાશે.

અધિકારીઓ 3 કિમી ચાલી સ્થળે પહોંચ્યા

સાદડવેલગામ ની વન સમિતિ દ્વારા એમની વિરુદ્ધ થયેલ ફરિયાદ બાબતે સ્થળ પર આવી તપાસ કરવાની વિનંતી કરવામાં આવતા શનિવારે ડીએફઓ તથા ડીવાયએસપી અને વન વિભાગ નો સ્ટાફ સાદડવેલ ગામે પહોચ્યો હતો.ગામ ની પાદર થી જંગલમાં માત્ર પગદંડી નો રસ્તો હોય અધિકારીઓ પોતાના વાહનો પાદર પર મૂકી અંદાજીત ત્રણ કિલોમીટર ની પદયાત્રા કરી સ્થળ પર પહોચી રૂબરૂ વિગત મેળવી હતી.એમની સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા.

ગ્રામજનોએ ભેગા મળી આવેદનપત્ર આપી રજૂઆત કરી

જંગલની જમીન ગેરકાયદે ખેડવા બાબતે ગ્રામજનો તથા વન સમિતિ ના આગેવાનો દ્વારા ગત 22 મી જીલ્લા કલેકટર અને ડીવાયએસપી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.આ આવેદન પત્ર અંગે સમિતિ ના આગેવાનો રાકેશભાઈ ગામીત તથા છનાભાઇ ગામીત ના જણાવ્યા પ્રમાણે જંગલ જમીન ગેરકાયદે ખેડતા લોકો જંગલ ને અને પર્યાવરણ ને ભારે નુકશાન કરી રહ્યા છે.એમના કારણે વિસ્તાર માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ અવારનવાર બગડી રહી છે.આ બાબતે એમણે વધુમાં જણાવ્યું કે અમે સમિતિ ના તમામ સભ્યો અમારા વિસ્તાર ના જંગલ સાચવવા માટે વન વિભાગ સાથે ખભેખભા મેળવી કામ કરીશું, જંગલો થકી અમારી ઓળખ ટકી રહી છે અને એને ટકાવવા માટે અમે કટિબદ્ધ છે.

સોનગઢ તાલુકામાં વન વિભાગની અપીલને માન આપી સાદડવેલના ગ્રામજનો જંગલ બચાવવા આગળ આવ્યા

અન્ય સમાચારો પણ છે...