તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાજયકક્ષાની શાળાકીય કબડ્ડી સ્પર્ધામાં કચ્છની ટીમ વિજેતા

રાજયકક્ષાની શાળાકીય કબડ્ડી સ્પર્ધામાં કચ્છની ટીમ વિજેતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લાના સોનગઢ ખાતે આવેલી સાર્વજનિક હાઇસ્કૂલના પટાંગણમાં તાજેતરમાં રાજ્યકક્ષાની શાળાકીય કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી. રાજયકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં કચ્છ જિલ્લાની ટીમ વિજેતા બની હતી. તાપી જિલ્લાના સોનગઢ ખાતે આયોજીત રાજ્યકક્ષાની શાળાકીય ભાઇઓની કબડ્ડી સ્પર્ધામાં રાજયના એકવીસ જિલ્લાના ચુનંદા ૨૧૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ૨૧ ટીમોની કબડ્ડી સ્પર્ધામાં કચ્છ-ભૂજની ટીમે શાનદાર દેખાવ કરી ચેમ્પિયન બની હતી. જ્યારે યજમાન તાપી જિલ્લાની ચોથા ક્રમે રહી હતી. સ્પર્ધામાં પ્રથમ આવેલી ટીમના તમામ ખેલાડીઓને મંત્રી કાંતિભાઇ ગામીતના હસ્તે વ્યક્તિગત શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી સન્માનવામાં આવ્યા હતા. દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલી ટીમોને પણ રોકડ પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા.