તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બોરખડી ગામે 69 લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો

બોરખડી ગામે 69 લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લાના 5 પોલીસ મથકે ~ 69,42,284ની દારૂની બોટલો પર રોલર ફેરવાયુંભાસ્કરન્યૂઝ. વ્યારા

તાપીજિલ્લા ખાતે આવેલ પાંચ પોલીસ મથકમાં ભૂતકાળમાં પોલીસતંત્ર દ્વારા વિવિધ સ્થળોએથી ઝડપી પાડેલા દારૂ 69 લાખના દારૂના જથ્થાનો આજરોજ વ્યારા તાલુકાના બોરડી ગામે એક ખેતરમાં રોલર નીચે નાશ કરી દેવાયો હતો. તાપી જિલ્લા નાયબ કલેક્ટર તેમજ પ્રાંતની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.

તાપી જિલ્લામાં વિવિધ પાંચ પોલીસ મથકો ગત બે વર્ષ દરમિયાન વિવિધ ગુનામાં પાંચ પોલીસ મથકોએ ગત બે વર્ષ દરમિયાન વિવિધ ગુનામાં બુટલેગરો પાસે ઝડપી પાડેલા દારૂના જથ્થાનો નાશ માટે વહીવટી તંત્ર પાસે મંજૂરી માંગી હતી. જે અંગે મંજૂરી મળી જતાં મંગળવારે વ્યારાના બોરખડી ખાતે બપોરના સમયે તાપી જિલ્લાના પાંચ પોલીસ મથકો પૈકી વ્યારા પોલીસ મથકમાં 251 ગુનામાં પકાડયેલ વિદેશી દારૂનો જથ્થો 26,08,750 તથા વાલોડ પોલીસ મથકમાં કુલ 85 ગુનામાં પકડાયેલા 10,04,226, સોનગઢ પોલીસ દ્વારા 194 ગુનામાં પકડાયેલ 25,39,615નો વિદેશીદારૂ એકત્ર કરાયો હતો.કાકરાપાર પોલીસ મથકમાં 76 ગુનામાં પકડાયેલ 5,60,885નો વિદેશી દારૂ તેમજ ઉકાઈ પોલીસ મથકની હદ કુલ 51 ગુનામાં પકડાયેલા 2,29,508નો વિદેશી દારૂ મળી આવતાં કુલ 657 ગુનામાં 97,243માં 69,42,284નો મુદ્દામાલ બોરખડી ગામે એકત્ર કરીને તમામ બોટલો પર રોલર ફેરવી દારૂનો નાશ કરાયો હતો.