તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મેઢા ગામે પ્રેમી પંખીડાએ ફાંસો ખાધો

મેઢા ગામે પ્રેમી પંખીડાએ ફાંસો ખાધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢતાલુકાના મેઢા ગામે રહેતો અને સુરત ખાતે કડીયાકામની મજૂરીએ જતો એક પરિણીત યુવાને સોમવારે રાત્રિના સમયે પોતાની પ્રેમીકા સાથે ઘરના આડીયા સાથે દોરી બાંધી એના વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી ગઈ હતી. બનાવમાં મરનાર પ્રેમીપંખીડા સુરત ખાતે એક સ્થળે મજૂરી કામ કરતાં હતાં. સમય દરમિયાન બંનની આંખ મળી ગઈ હતી. અંગે સોનગઢ પોલીસે કાયદેસરના કાગળીયા કર્યા છે.

મેઢા ગામે આમલી પાડા ફળિયામાં રહેતા રવિન્દ્ર ગોમાભાઈ ગામીત (27)ના લગ્ન વ્યારા તાલુકાના સેવડી ગામે રહેતા ગીતાબહેન ગામીત નામની મહિલા સાથે થયા હતાં. રવિન્દ્ર સુરત ખાતે કડિયા તથા સેન્ટીંગનું મજૂરી કામ કરવા જતો હતો. મજૂરી કામના સ્થળે નવાપુર તાલુકાના કેવડીપાડા ગામના ચીમનભાઈ નવગીયાભાઈ ગાવિત તથા તેમના પરિવારના લોકો પણ મજૂરી કરતા હતાં. રવિન્દ્રને ચીમનભાઈની દીકરી સુનિતાબહેન ગાવિત (ઉ.વ.20) સાથે પ્રથમ પરિચય થયા બાદ છેલ્લા પાંચ માસથી પ્રેમસંબંધ બંધાયો હતો. ગત સોમવારના દિવસે રવિન્દ્ર ગામીત પોતાના ગામ મેઢા આવ્યો હતો. તેણે પત્ની ગીતાબહેન તથા નાની બાળકીને એમના પિયરના ગામ સેવડી તા. વ્યારા મોકલી આપ્યા હતાં. પાછળથી એણે પોતાની પ્રેમીકા સુનીતાબહેનને પોતાના ઘરે મેઢા ખાતે બોલાવી હતી. રાત્રિના સમયે બંનેપ્રેમીઓ મળ્યા બાદ સમાજ પોતાના પ્રેમ સંબંધ સ્વીકારશે નહીં તથા પત્ની તથા બાળકીનું શું કરવું એની મથામણમાં અંતે તેમણે દુનિયાને છોડી જવાના કઠોર નિર્ણય કર્યો હતો. ઘરમાં રહેલા નાયલોનની દોરી આડીયા સાથે બાંધી એક છેડે રવિન્દ્રએ તથા બીજા છેડા પર સુનિતાએ ગળે ફાંસો ખાઈ રાત્રિના સમયે જીવન ટૂંકાવી દીધુ હતું. અંગે પોલીસને જાણ કરવામાં આવતાં કાર્યવાહી શરૂ કરી છે.

પત્નીએ સતત ફોન કર્યો પણ...

પિયરમાંથીરવિન્દ્રનીપત્નીએ સોમવારે ખબર અંતર પુછતા મોબાઈલ પર સતત રીંગ કરવા છતાં જવાબ આપતાં કંઈક અજુગતુ બની ગયા હોવાના ધ્રસકા સાથે ગામના આગેવાનોને જાણ કરી હતી. માજી સરપંચ ધુળજીભાઈ ગામીત તથા અન્યોએ ઘરનો દરવાજો તોડી તપાસ કરતાં બંને પ્રેમી પંખીડા આડિયા સાથે લટકતી સ્થિતમાં મળ્યાં હતાં.

યુવક ઘણી વખત સુરત રોકાતો હતો

લગ્ન જીવનદરમિયાન એમને ત્યાં હાલમાં દોઢ વર્ષની 1 બાળકી છે. રવિન્દ્ર સુરત ખાતે કડીય કામે તથા સેન્ટીંગનું મજૂરી કામ પર જતો હતો. યુવક સુરત ખાતે મજૂરીએ ગયા બાદ ઘણીવાર ત્યાં રોકાય પણ જતો હતો. મજૂરી કામના સ્થળે નવાપુર તાલુકાના કેવડીપાડા ગામના ચીમન નવગીયા ગાવિત તથા તેમન