તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઇન્દુ ગામે કોલેજની દીવાલનું કામ ગ્રામજનોએ અટકાવ્યું

ઇન્દુ ગામે કોલેજની દીવાલનું કામ ગ્રામજનોએ અટકાવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાતાલુકાના ઇન્દુ ગામે આવેલી ગૌચરની જગ્યામાં બનાવેલી સરકારી કોલેજની દીવાલનું કામ ચાલુ હોય. શનિવારના રોજ ઇન્દુ ગ્રામજનો દ્વારા દીવાલનું કામ અટકાવી દેતા માર્ગ મકાન વિભાગે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી. જે સંદર્ભે ડીવાય એસપી સહિત જિલ્લાના પોલીસ તંત્ર ઘટના સ્થળે ચાંપતો બંદોબસ્ત મૂકી દેતાં ગ્રામજનો જતા રહેતા મામલો શાંત પડી ગયો હતો તંત્ર દ્વારા દીવાલની કામગીરી ચાલુ કરી હતી.

વ્યારા તાલુકના ઇન્દુ ગામે આવેલ સર્વે 248 ગૌચર આવેલ છે. જેમાં સરકાર દ્વારા કબ્જો લઇ ત્યાં પોલીટેકનિકલ કોલેજ માટે જગ્યા ફાળવી હતી. ત્યારથી ઇન્દુ ગામના લોકો દ્વારા વિરોધ કરી અવારનવાર કલેક્ટરને આવેદન આપ્યું હતું. ગૌચર જમીન સરકારી વિભાગ કામગીરી ચાલુ રાખી હતી. અગાઉ કોલેજ બની ગયા બાદ ફરતે દીવાલની કામગીરી શનિવારના રોજ ચાલુ કરાઈ હતી. કામગીરી ચાલુ કરતાં સ્થાનિક ગ્રામજનોએ આવી વિરોધ કરી દીવાલનું કામ અટકાવ્યું હતું. જેના પગલે માર્ગ મકાન વિભાગે દ્વારા તાપી પોલીસને જાણ કરી બંદોબસ્તની માંગણી કરી હતી. પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા કાયદાને ધ્યાને રાખતાં ડીવાય એસપી, સીપીઆઇ જે. જી. શેખ, વ્યારા પી આઈ એમ. વી. કીકાણી, સોનગઢ પી આઈ રાકેશ પટેલ, સીપીઆઇ ડી.ડી.પાવર સહિત જિલ્લાના પોલીસ અધિકારી અને સ્ટાફ સ્થળ પર જઈ ચાંપતો બંદોબસ્ત મૂકી દીધો હતો.

વ્યારા મામલતદાર કે. સી. વળવી સ્થળ પર આવતા સ્થાનિક ગ્રામજનો દ્વારા તેમને ઇન્દુ ગામની ગૌચર જગ્યા જતી રહેવાના કારણે તેમાં પશુધન ઘાસચારા અને ભવિષ્યમાં સ્થાનિકો રહેવા માટેની મુશ્કેલીને ધ્યાને રાખી રજૂઆતો કરી હતી. બાદમાં ગ્રામજનો છુટા પડી જતા મામલો થાળે પડ્યો હતો. દીવાલની કામગીરી ચાલુ કરી દેવાઈ હતી.

વ્યારાના ઈંદુ ગામના ગ્રામજનોએ બાંધકામનો વિરોધ કરતા પોલીસ સંરક્ષણ લવાયું.

ગૌચરની જમીનમાં થતાં બાંધકામનો ગ્રામજનોનો વિરોધ

^કેટલાંયવર્ષોથી ગ્રામજનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરી ગૌચર જમીનમાં બાંધકામનો વિરોધ કરાઈ રહ્યો છે. આજે પણ ગ્રામજનો દ્વારા ગૌચર જમીનના બાંધકામનો વિરોધ કરીએ છીએ. તેમજ ન્યાય મળે તો આંદોલનની તજવીજ હાથ ધરશું. > વિમળાબહેનગામીત , ઇન્ચાર્જસરપંચ ઇન્દુ

ગૌચરની જગ્યામાં બનેલી સરકારી કોલેજની દીવાલનું કામ અંતે પોલીસ પ્રોટેક્શન સાથે શરૂ કરાયું

અન્ય સમાચારો પણ છે...