પૂલ ક્ષતિગ્રસ્ત બનતા એસટી બસના 27 રૂટ ડાઇવર્ટ કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારે વ્યારા-ઉનાઈ રોડ પર આવેલ માલોઠા ગામ નજીક ઝાકરી નદીનો પૂલનો એક ભાગ ક્ષતિગ્રસ્ત બનતા એના પરથી વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો. આ રૂટ પર દોડતી 27 જેટલી એસટી બસના ફેરા વાયા બાજીપુરા અને ડોલારા થઇ દોડાવવાનું શરૂ કરાયુું છે.

ઉનાઈ રોડ પર આવેલ માલોઠા ગામ પાસે ઝાંખરી નદીના પૂલનો એપ્રોચ ધોવાઈ જવાને કારણે ઉનાઈ માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થઇ ગયો હતો.આ રૂટ પર સોનગઢ,વલસાડ,માંડવી અને બીલીમોરા ડેપોની 27 એસટી બસ બે ફેરામાં એટલે કે અપ અને ડાઉન મળી કૂલ 54 ફેરા મારી મુસાફરોને સુવિધા આપે છે.સોનગઢ-વ્યારા અને મહારાષ્ટ્રના શહેરોમાં થઇ એસટી બસો વાપી, વલસાડ, ચીખલી, બીલીમોરા, ઉનાઈ અને નવસારી જેવા સ્થાનોએ મુસાફરોને પહોંચાડે છે.જોકે પૂલમાં ભંગાણ પડતા એસટી સેવા પણ બંધ થઇ ગઈ હતી.સોનગઢ ડેપો દ્વારા 27 રૂટ ને ડાઇવર્ટ કરવાની કામગીરી કરી બસ વ્યવહાર યથાવત કરી દેવામાં આવ્યો છે.આ રૂટની એસટી બસો બીજી સૂચના ન મળે ત્યાં સુધી વાયા બાજીપુરા,બેડચીત અને કેટલીક બસ વાયા ડોલારા થઇ દોડાવવાનું શરૂ કરવામાં આવતા મુસાફરોને રાહત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...