તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Songadh
  • સોનારપાડા ગામે વાહનની અડફેટે બાઈક ચાલકનું મોત અને પુત્ર ગંભીર

સોનારપાડા ગામે વાહનની અડફેટે બાઈક ચાલકનું મોત અને પુત્ર ગંભીર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ નજીક આવેલ હાઇવે પરના સોનારપાડા ગામની સીમમાં સર્જાયેલા અકસ્માતના એક બનાવમાં ડોસવાડા ગામના વતની એવા પિતાપુત્ર કામ અર્થે બાઈક લઈ સોનગઢ આવ્યા બાદ પરત પોતાના ગામ જઈ રહ્યા હતા. ત્યારે કોઈક અજાણ્યા વાહનચાલકે એમની બાઇકને ટક્કર મારતા બાઈક ચાલક એવા પિતાનું સ્થળ પર મોત થયું હતું. જયારે પુત્રને સારવાર માટે વ્યારા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સોનગઢના ડોસવાડા ગામે ગાયવાડા ફળિયામાં રહેતા પ્રકાશભાઈ ગમનભાઈ ગામીત (38) મંગળવારે પોતાની બાઈક પર પુત્ર આકાશ પ્રકાશભાઈ ગામીત (15)ને બેસાડી સોનગઢ ખાતે બજાર કરવા આવ્યા હતા. એઓ સોનગઢ ખાતે કામ પૂર્ણ કરી મોડી સાંજે પરત ડોસવાડા તરફ જવા નીકળ્યા હતા. પ્રકાશભાઈ બાઈક લઈ સોનગઢ નજીક હાઇવે પર આવેલ સોનારપાડા ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા વાહનના ચાલકે તેમની બાઇકને ટક્કર મારતા બંને પિતાપુત્ર રસ્તા પર પટકાયા હતા.

આ બનાવમાં બાઇકચાલક એવા પ્રકાશભાઈ ગામીતને માથામાં અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થતા એમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે એમના પુત્ર આકાશ ગામીતને પણ ઇજા થતા એને સારવાર માટે વ્યારા ખાતેની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યા વાહનનો ચાલક નાસી છૂટ્યો હતો. આ અંગે સોનગઢ પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ પોતાનું વાહન ગફલતભરી રીતે અને પૂરઝડપે હાંકી બાઇકને ટક્કર મારી ચાલકનું મોત નિપજાવવા સબબ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...