તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નોટબંધીને કારણે ખેડૂત અને મજૂરોની હાલત કફોડી બની

નોટબંધીને કારણે ખેડૂત અને મજૂરોની હાલત કફોડી બની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લાની અંદાજીત 13,29,672 ની વસ્તીમાંથી 9,20,535 લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે. ગામડાઓની 69.23% વસ્તી સામે માત્ર 30.77% જેટલા શહેરમાં વસવાટ કરે છે. નવસારી જિલ્લાનો એક મોટો ભાગ ગ્રામ્ય વિસ્તારને દર્શાવે છે.

પ્રવિણભાઇ પટેલને ચલણી નોટો બંધ કર્યાના નિર્ણય બાદ તેમના ઉપર પડી રહેલા પ્રભાવ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમના જણાવ્યા મુજબ સરકારના નિર્ણયથી તેમને છુટાની કમીનો અનુભવ થયો છે.પ્રવિણભાઇ ભાત અને શેરડીની ખેતી કરે છે.તેઓના જણાવ્યા મુજબ ભાત કાપીને તેઓએ સરકારી સંઘમાં જમા કરાવી દીધુ છે.પરંતુ દુર દુરથી જે મજુરો સોનગઢ અને બાજુથી તેમની ખેતરમાં મજુરી કામ કરવામાં આવે છે તેમને તે તેમની રોકડ મજુરી ચુકવી નથી શક્તા. મજુરોને અધુરી મજુરી આપવાની ફરજ પડી હતી. પ્રવિણભાઇની જણાવ્યા મુજબ લાંબાગાળે ભલે સરકારનો નિર્ણય લાભદાયક હોય પરંતુ હાલ બધુ ખેદાન-મેદાન થઇ ગયું છે.

એરૂના બીજા ખેડૂત ઠાકોરભાઇ પટેલના કહેવા મુજબ, કોઇ પણ મોટો અમીર માણસ જેના પાસે મોટા પ્રમાણમાં કાણુ નાણું હોવાની શક્યતા છે, કોઇપણ શખ્સ તેમને લાઇનમાં ઉભો રહેલો દેખાતો નથી. કોઇએ પોતાના કારખાનાઓમાં પગાર રૂ.500 અને 1000માં કર્યા તો હોસ્પિટલોએ પણ લોકોની મજબુરી સમજી, 10થી 15 દિવસ થયા બાદ પણ હજુ બેંકની બહાર ઉભા રહેલા મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગના લોકો છે.દેશનો મોટા ભાગના કિશાનને એટીએમ વાપરતા નથી આવડતું.

ઠાકોરભાઇના શેરડીના ખેતરમાં મજુરી કામ કરી રહેલા ગીરીશભાઇ રાઠોડ અને ઉમેશ ધીરૂ રાઠોડના જણાવ્યા અનુસાર તેઓ હાલ ઉધાર મજુરી કરી રહ્યા છે. જમીનદાર પાસે છુટા હોવાનાં કારણે શેરડી ખાવાની ફરજ પડે છે તો દુકાનો પર દેવુ વધી ગયું છે.જીતુભાઇ ઠક્કર હળપતિના જણાવ્યા મુજબ તેમના પાસે બેંક એકાઉન્ટ તો છે પણ બેંકની મોટી કતારમાં જો ઉભા રહેશે તો મજુરીનો રોજ કપાઇ જશે.જો જલ્દી પરિસ્થિતિ પાછી પહેલા જેવી નહી થાય તો પરિવારજનો પર એનો ખરાબ અસર પડે તેવી શક્યતા દાખવી હતી.

પ્લાસ્ટિક મનીનું ચલણ ગામડામાં ઓછું

નવસારીએરૂગામ ખેતરમાં કામ કરી રહેલા સોમીબેન રાઠોડને જ્યારે કાળાનાણાં વિશે પુછવામાં આવ્યું તો જવાબ આપ્યો કે સાહેબ કાળુ-ધોળુ તો ખબર નથી પરંતુ હાલ તો અમારું નાણું બંધ થઇ ગયું છે. સોમીબેન અને ગીરીશભાઇ રાઠોડને જ્યારે પ્લાસ્ટીક મની વિશે પુછવામાં આવ્યું ત્યારે તેઓ હસવા લાગ્યા હતા.ગામડામાં કામ કરતો ખેડૂત અને મજુર હજુ પણ બહારી ટેક્નોલોજી અને મોર્ડન મશીનરીથી વંચીત છે.તેઓ હજુ પણ રોજ કમાઇને રોજ રોકડા નાણાં કમાવાના આદી છે.

હાલ મજુરોને અધુરી મજુરી આપી કામ ચલાવાય રહ્યુ છે

ખેડૂતોને ખેતરમાં કામ કરતા મજૂરોને મજૂરી ચૂકવવામાં પડતી મુશ્કેલી

અન્ય સમાચારો પણ છે...