તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોનગઢ તાલુકાના પ્રગતિ સેતુમાં 447 પ્રશ્નો અંગે રજૂઆત કરાઇ

સોનગઢ તાલુકાના પ્રગતિ સેતુમાં 447 પ્રશ્નો અંગે રજૂઆત કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારદ્વારા રાજ્યનો કઇ રીતે વધુ સારો વિકાસ કરી શકાયએ માટે સતત ચિંતા સેવે છે. પ્રજાની સમસ્યઓના નિરાકરણ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સામૂહિક સમસ્યાઓનો સહિયારા પ્રયત્નોથી નિકાલ આવે માટે પ્રગતિ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે એમ, જિલ્લા કલેકટર બી.સી પટણીએ જણાવ્યું હતું.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સોનગઢ ખાતે યોજાયેલા પ્રગતિસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણીઓ તેમજ પ્રજાજનો તરફથી મળતી રજૂઆતોના સ્થળ પર નિકાલ થાય અને સરકારની વિકાસની સરવાણી વહેતી રહે કાર્યક્રમનો મુખ્ય ધ્યેય છે એમ જણાવી તેમણે આગામી સમય દરમિયાન જિલ્લામાં યોજાનારા સેવા સેતુ અને પ્રગતિસેતુ કાર્યક્રમની માહિતી આપી હતી. માજી મંત્રી અને નિઝરના ધારાસભ્ય કાંતિભાઇ ગામીતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારે ૧૦૦ દિવસના શાસનમાં ૧૨૫ લોકોપયોગી નિર્ણયો લીધા છે એમ જણાવી સેવા સેતુ અને પ્રગતિસેતુ જેવા કાર્યક્રમોથી સરકારી અધિકારીઓમાં પણ વંચિતો માટે કંઇક કરી છૂટવાની ભાવના જન્મી હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ સામૂહિક વિકાસને લગતા કામો બાકી છે જેનું નિરાકરણ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી એન. કે ડામોરે સેવા સેતુ અને પ્રગતિ સેતુ કાર્યક્રમનો આશય સ્પષ્ટકરી કાર્યક્રમોના માધ્યમથી લોકોને આવશ્યક સેવાઓ ઉપલબ્ધ થઇ રહી હોવાનું જણાવ્યું હતું. વિકાસની બાગડોર માટે અતિ મહત્વના કાર્યક્રમોથી તંત્ર અને પ્રજા વચ્ચે તાલમેલ સાધી શકાયો છે. સાથે બેસી સામૂહિક તેમજ વ્યક્તિલક્ષી વિકાસનું ચિંતન કરવામાં આવતા વિકાસને નવી ઉંચાઇએ લઇ જઇ શકાયો છે એમ જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન બાંધકામ વિભાગ, આરોગ્ય વિભાગ, મહેસૂલ વિભાગ, એસ.ટી વિભાગ, સહિત વિવિધ વિભાગોને સ્પર્શતા ૪૪૭ રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆતો સંદર્ભે સંબંધિત વિભાગના અધિકારી દ્વારા જવાબો આપવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટરે પણ ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.

યોજના સહ તાલુકા વિકાસ અધિકારી સી.વી લટાએ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા કાર્યક્રમ કરતા કાર્યક્રમનો આશય સ્પષ્ટ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન સોનગઢના બી.આર.સી કાંતિલાલ ગામીતે કર્યું હતું. કાર્યક્રમમાં સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ ભીલાભાઇ ગામીત, સોનગઢ નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ વસાવા, જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન એલિસાબેન ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.કે વસાવા, કાર્યપાલક ઇજનેર ડામોર, અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સોનગઢમાં યોજોયલ સુરક્ષા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રજાજનો

સોનગઢ APMCમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

અન્ય સમાચારો પણ છે...