• Gujarati News
  • નિંદા અને ટીકા સ્વીકારવાની નૈતિક હિંમત માણસે કેળવવી

નિંદા અને ટીકા સ્વીકારવાની નૈતિક હિંમત માણસે કેળવવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રેમથી પ્રસન્ન થાય એ પરમાત્મા અને પ્રેમથી જ ભગવાન પ્રાપ્ત થાય છે. ભગવાન કષ્ણને ગાય પ્રત્યે અનહદ પ્રેમ હતો, તેથી ભગવાન વાછરડા સ્વરૂપે ગાયમાતા સાથે જોવા મળતાં. કષ્ણ ભગવાન પોતાની શરણમાં આવતાં દુષ્ટ લોકોને પણ માફ કરી દેતા એનું ઉત્તમ ઉદાહરણ કાળીયા નાગ છે. આ કાળીયા નાગનું દમન કરી ભગવાન અને સદાને માટે મૂિ્કત આપશે. આ શબ્દો સોનગઢમાં સ્વ. જયાશંકર જોષી પરિવાર દ્વારા આયોજિત ભગવત સપ્તાહમાં ચંદ્રેશભાઈ સેવકે કાા હતાં.
તેમણે જણાવ્યું કે સામેના વ્યકિતમાં એના દોષનું દર્શન ન કરતાં એના ગુણના દર્શન કરવાની જરૂર છે. કેટલાક લોકો બેંકમાં એફડી કરાવે છે. પરંતુ તે પાકે ત્યારે પાકી જાય છે. એથી આવી બેંકની એફડી કરતાં હાથમાં હોય તે કામમાં આવે એવી સમજ કેળવવાની જરૂર છે. રામ ભગવાને ભાઈ ભરતને પાદુકા આપી હતી જયારે ભગવાન કષ્ણએ ઉદ્દવને પાદુકા આપી હતી. આવી પાદુકાઓ માનવીને સતત સતકર્મ કરવાની પ્રેરણા આપે છે. આજના યુગમાં માણસ માણસ વરચેનું અંતર વધી ગયું છે. લોકો એક બીજાની નિંદા ટીંકા કરવામાં રરયા પરયા રહે છે. પંરતુ માણસે વખાણની માફક નિંદા તથા ટીકા સ્વીકારવાની નૈતિક હિંમત પણ કેળવવાની જરૂર છે.
તેમણે જણાવ્યું કે કાનુડા પાછળ ધેલી થયેલી ગોપીઓ એટલે પૂર્વ જન્મના દંડકારણ્ય વનના ઋષીમુનીઓ હતાં. એમણે ભાગવત ભકિત માટે ગોપીના રૂપે અવતાર લીધો હતો. સતકર્મ અને ભજન કરતી વખતે અનેક અડચણ આવે છે. જોકે, આપણે જે ભજન કરતાં હોય એને કરવા દેવું જોઈએ. એમાં અડચણ રૂપ બનવાની ભગવાન રાજી થતા નથી. આપણા શાસ્ત્રો આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. આ માર્ગ ચાલવાથી જીવનમાં સુખ અને શાંતિ મળે છે. કથા દરમિયાન ગોવર્ધન પર્વની વિસ્તારથી વાતો કરી હતી.
આજે ગલીએ ગલીએ રાવણ જોવા મળે છે
કથાકાર ચંદ્રેશભાઈ સેવકે જણાવ્યું કે આજના ઘોર કળીયુગમાં ગલીએ ગલીએ રાવણ ફરતા જોવા મળે છે. આવા રાવણોથી બેન દીકરીઓએ ચેતવાની જરૂર છે. એમણે ગત સમયમાં દિલ્હીમાં બનેલ બનાવોના અનુસંધાન કરતાં જણાવ્યું કે મા બહેન દીકરીઓએ સાથે ભાઈ પિતાએ સાથે લઈને અજાણી જગ્યાએ જવું જોઈએ. આવા બનાવોને કારણે પ્રજામાં આક્રોશ પેદા થાય છે. અને એમા જ દિલ્લીની ગાડી ઉછળી પડી છે.
સોનગઢમાં યોજાયેલી ભગવત કથામાં વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરતાં પૂ. ચંદ્રેશભાઈ સેવક જોવા મળે છે. તસવીર દીપક શર્મા