તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સોનગઢનાંમાંડળ ટોલનાકા નજીક આવેલ કીકાકૂઈ ગામની સીમમાં રવિવારે બપોરે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનગઢનાંમાંડળ ટોલનાકા નજીક આવેલ કીકાકૂઈ ગામની સીમમાં રવિવારે બપોરે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સોનગઢનાંમાંડળ ટોલનાકા નજીક આવેલ કીકાકૂઈ ગામની સીમમાં રવિવારે બપોરે સર્જાયેલા અકસ્માતનાં બનાવમા ધુલીયા તરફ જતી એક કાર ની અડફેટે ચાર જેટલી ભેંસ અને એક પાડો આવી ગયો હતો. બનાવમા બે ભેંસ અને એક પાડો મળી કૂલ ત્રણ પશુનાં સ્થળ પર મોત થયા હતા. બનાવમાં કારમાં સવાર એક મહિલાને ઇજા થતા એને સારવાર માટે દવાખાને ખસેડાયા હતાં.

સોનગઢ તાલુકાના ડોસ વાડા ગામનાં ખાટીબોર ફળિયામાં રહેતાં રુતાભાઈ ધેડિયાભાઈ ગામીત રવિવારે બપોર નાં સમયે પોતાની ભેંસ અને પાડા જેવા પાલતુ પશુઓ લઇ ચરાવવા ગયા હતાં.એઓ બપોરે કીકાકૂઈ ગામ નજીકનાં હાઇવે પાસે થી પસાર થતા હતાં ત્યારે સામેથી એક ઘેટાંનું ટોળું આવ્યુ હતુ.આ ઘેટાંનાં ટોળાને નિહાળી ભડકેલ ભેંસો પૈકીની ચાર ભેંસ અને એક પાડો રોડ ક્રોસ કરી સામે પાર ધસી ગયા હતાં.આજ સમયે ધૂળિયા તરફ જતી એક કાર નંબર MH 19 AP 4215 નાં ચાલકે કારનાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ભેંસનાં ટોળા સાથે અથડાઈ હતી. બનાવમાં બે ભેંસ અને એક પાડાનું સ્થળ પર મોત થયુ હતુ. જયારે અન્ય બે ભેંસને ઇજા થઈ હતી. અકસ્માતનો બનાવ બનતા હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. હાઇવે પેટ્રોલિંગ કરતી સોમાઓઇઓલેક્ષ કંપનીની વાન તરત ઘટના સ્થળે પહોચી ક્રેનની મદદ થી મૃત પશુઓને હાઇવેની સાઈડ પર ખસેડી વાહનવ્યવહાર યથાવત કર્યો હતો.આ બનાવ માં કારમાં સવાર એક મહિલા ને ઇજા થતા એને સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. સોનગઢ પોલીસ દ્રારા અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે બનાવમા મૃત્યુ પામનારા પશુઓ પૈકી એક ભેંસ દૂધ આપતી હતી. જયારે બીજી ગર્ભવતી હતી. અકસ્માતનાં કારણે ગરીબ આદિવાસી એવાં પશુપાલક રુતાભાઈ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો