તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢતાલુકાનાં માંડળ ગામ નજીક આવેલ જંગલ વિસ્તાર માંથી શનિવારે રાત્રિનાં સમયે એક ત્રણ વર્ષિય દીપડો પાંજરે પુરાયો હતો.વનવિભાગે પાંજરે પુરાયેલ દીપડાને ગાઢ જંગલ વિસ્તારમાં છોડવાની કવાયત શરુ કરી હતી.

સોનગઢ નાં માંડળ ગામ અને તેની આસપાસ નાં વિસ્તાર માં દીપડા ની અવરજ્વર રહેતી હોવાથી ખેડુતો સહીત સ્થાનિક લોકોમાં ભય નું વાતાવરણ જોવા મળ્યું હતુ.દીપડો ગામનજીક થી કૂતરા મરઘાં સહીત અન્ય નાના મોટા પશુનો શિકાર કરી ગયો હોય ગ્રામજનો વનવિભાગ માં દીપડા ને પકડવા પાંજરું મુકવા રજુઆત કરી હતી.

રજુઆતનાં આધારે માંડળ ગામ નજીક આવેલ જંગલ વિસ્તારમાં છેલ્લાં એકાદ સપ્તાહ થી પાંજરું ગોઠવવા માં આવ્યુ હતુ.શનિવારે રાત્રિનાં સમયે મારણ ખાવાની લાલચે ત્રણ વર્ષિય દીપડો પાંજરે પુરાઈ ગયો હતો.આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવતાં દીપડા સાથેનું પાંજરું સોનગઢ કચેરી ખાતે લાવ્યા બાદ રાત્રિ નાં સમયે ફરી થી દીપડાને જંગલ માં છોડવા ની તૈયારી હાથ ધરવામાં આવી હતી.

15 દિવસ માં 2 દીપડા અને 1 દીપડી પકડાઈ

માંડળગામ નજીક નાં આજ વિસ્તાર માંથી છેલ્લાં પંદર દિવસમાં બે દીપડા અને એક દીપડી પાંજરે પુરાઈ હતી. ચાકળીયા ગામે થી ગત રવિવારે કદાવર દીપડો પકડાયો હતો પહેલા પણ એક દીપડી ત્યાંથી પાંજરે પુરાઈ હતી.હવે ચાકળીયાં નજીક આવેલ માંડળ ગામેથી દીપડો પકડાતા વિસ્તારનાં શેરડી નાં ખેતર દીપડાનાં નિવાસસ્થાન બની રહ્યાં હોવાનું પ્રતિત થઈ રહ્યુ છે.

માંડળ ગામ પાસે આવેલ જંગલમાંથી શનિવારે એક દીપડો પાંજરે પુરાયો હતો.

સોનગઢનાં માંડળ ગામેથી કદાવર દીપડો પકડાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો