• Gujarati News
  • National
  • સોનગઢમાં રંગ અવધૂત મહારાજની 50મી પુણ્યતિથિ નિમિત્તે ધૂનનો કાર્યક્રમ યોજાયો

સોનગઢમાં રંગ અવધૂત મહારાજની 50મી પુણ્યતિથિ નિમિત્તે ધૂનનો કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રી રંગ અવધૂત પરિવાર વ્યારા, ઉકાઈ અને સોનગઢ દ્વારા પૂ. બાપજીની 50 મી પુણ્યતિથિ અગ્રસેન ભવન સોનગઢ ખાતે 18મી ને ગુરુવારના રોજ ઉજવવામાં આવી હતી. શ્રી રંગ પરિવારના ઉપસ્થિત સભ્યો દ્વારા સંગીતમય ધૂનનો પ્રારંભ બપોરે 12 કલાકે થયો હતો. ભક્તોએ રંગઅવધૂત ધૂનનો સમૂહમાં નાદ કરી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. નારેશ્વર અવધૂત નિવાસ ટ્રસ્ટના સાંનિધ્યમાં થયેલ આ ઉજવણીના યજમાન પદે સોહનલાલ.પી.અગ્રવાલ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.મોડી સાંજે મહાપ્રસાદી બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...