તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોનગઢમાં પણ વિશાળ બાઈક રેલી યોજી કોંગ્રેસનો વિરોધ

સોનગઢમાં પણ વિશાળ બાઈક રેલી યોજી કોંગ્રેસનો વિરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતકોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલ જનઆક્રોશ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સોનગઢ તાલુકા અને નગર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરમાં બાઈક રેલીનું આયોજન શનિવારનાં દિવસે કરવામાં આવ્યું હતું.

નોટબંધીનાં નિર્ણયનાં કારણે આમ પ્રજા છેલ્લા અઢાર દિવસથી બેંક આગળ લાઇનમાં પીસાઈ રહી છે. ગૃહિણીઓ, દૂધ શાકભાજી વેચાણ કરી જીવન ગુજરાન ચલાવતા નાના વેપારીઓ સહિત શ્રમિકો, પશુપાલકોને નોટબંધીને કારણે અનેક મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. એમના પ્રશ્નને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાનાં ભાગરૂપે કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં જનઆક્રોશ સપ્તાહ અંતર્ગત રોજેરોજ નવા કાર્યક્રમ આપી નોટબંધીનો વિરોધ કરી રહી છે. કાર્યક્રમ અંતર્ગત સોનગઢ ખાતે શનિવારે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં તાલુકા અને નગરનાં તમામ સક્રિય કોંગી કાર્યકર્તાઓ જોડાયા હતા. રેલી માં જોડાયેલા કાર્યકર્તાઓ દ્વારા નોટબંધીનાં વિરોધમાં વિવિધ બેનરો હાથમાં રાખી કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી હાથિફળિયા, દેવજીપૂરા, બસસ્ટેન્ડ મેઇનરોડ, નવાગામ, શિવાજીનગરથઇ ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...