તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારમાંથી દારૂની એક બોટલ મળતા ચાલકની અટક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ | સોનગઢ ચેકપોસ્ટ પાસે વાહન ચેકીંગ કરતી સોનગઢ પોલીસે એક કાર અટકાવી ધૂળિયાના રહીશને દારૂની એક બાટલી સાથે ઝડપી લીધો હતો.

સોનગઢ ચેકપોસ્ટ પાસે ગત રાત્રીએ સોનગઢ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એક કાર નંબર (MH-18 AT 3414) શંકાસ્પદ રીતે પસાર થતી હતી. આ કારને અટકાવી પોલીસે તપાસ કરતા એમાંથી પાસ પરમીટ વિનાની એક બોટલ દારૂ મળી આવી હતી. આ બાબતે કારચાલક રાજન રમેશભાઈ ખરોટે (રહે.સાક્રિરોડ,ધૂળિયા)ની ધરપકડ કરી હતી.પોલીસે દારૂની બાટલી અને કાર મળી કૂલ 75280 ની મતા કબ્જે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...