તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Songadh
  • Songadh આજે કોરી રોટલી ખાઇ લો કહેતા પતિએ પત્નીના માથામાં વાસણ ફટકારી દીધું

આજે કોરી રોટલી ખાઇ લો કહેતા પતિએ પત્નીના માથામાં વાસણ ફટકારી દીધું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢના બાપાસીતારામ નગરમાં જમવાની બાબતે દંપતિ વચ્ચે થયેલ તકરારમાં પતિએ સ્ટીલનો લોટો પત્નીને માથામાં ફટકારી દીધો હોવાનો બનાવ સોનગઢ પોલીસમાં નોંધાયો હતો. જેમાં પોલીસે પત્ની પર હુમલો કરનારા પતિ સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી.

ઘટના અંગે મળેલ વિગતો અનુસાર સોનગઢ નગરના બાપાસીતારામ નગર વિસ્તારમાં રહેતા પતિ-પત્ની વચ્ચે જમવાની બાબતે થયેલ બોલાચાલીનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મંજુલાબહેન લખનભાઈ ગૌસ્વામીએ સોનગઢ પોલીસ મથકે પતિ લખન સોમગીરી વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

બાપા સીતારામ નગરમાં રહેતા લખનભાઈ સોમગીરી ગૌસ્વામી બપોરે જમવા આવ્યા હતા તે વેળાએ પત્ની મંજુલાબહેને જમવાનું આપેલ પરંતુ રોટલીમાં તેલ લગાડેલું ન હોવાથી પતિ લખન ગૌસ્વામીએ કહેલ કે રોટલી ઉપર તેલ લગાડી આપ.આ સમયે મંજુલાબહેને કહેલ કે રસોડામાં તેલ પુરૂ થઈ ગયેલ છે અને આજે કોરી રોટલી ખાઇ લો. મંજુલાબહેને આટલું બોલતા જ લખન ગૌસ્વામી એકદમ ગુસ્સે થઈ નજીકમાં પડેલ સ્ટીલના લોટાથી મંજુલાબહેનને માથાના ભાગે મારી દીધો હતો અને એ કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે ફરિયાદને આધારે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...