તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Songadh
  • Songadh નવસારી પંથકમાં 24 કલાકમાં બે જુદા જુદા અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં મોત

નવસારી પંથકમાં 24 કલાકમાં બે જુદા જુદા અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી પંથકમાં બે જુદા જુદા અકસ્માતના બનાવમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે.

નવસારીથી સુરત તરફ જતા રોડ ઉપર મરોલી ચાર રસ્તા આગળ આવતા આસુંદર ગામની હદમાં ગુરૂવારે મોડી સાંજે અકસ્માત સર્જાયો હતો. પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ સુરત તરફ જતા રોડ ઉપર આસુંદર ગામની હદમાંથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે મેજીક વાન (નં. જીજે-05-જેએફ-5187)ના ચાલકે સોનગઢ તાલુકાના બંદરપાડાના સુરેશભાઈ ભીમભાઈ ગામીત તથા શાંતિલાલ નામના બે જણાંને અડફેટે લીધા હતા. જેમાં બંનેને ગંભીર શારીરિક ઈજા પહોંચતા બંનેનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે આસુંદર ગામના પીન્ટુ હળપતિએ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બીજી ઘટનામાં નવસારીના ધારાગીરી ગામે ધારાનગરમાં રિસોર્ટનો જૂનો ગેટ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બે યુવાન ત્યાં મજૂરીકામ કરી જૂનો ગેટ ડ્રીલ મશીનથી તોડી રહ્યા હતા. એ દરમિયાન કૈલાશ ચૌહાણ (ઉ.વ. 25) ડ્રીલ મશીનથી દિવાલને તોડી રહ્યો હતો ત્યારે અચાનક જ ગેટનો ઉપરનો ભાગ તૂટી પડ્યો હતો. જેમાં કૈલાશ ચૌહાણ દબાઈ ગયો હતો. લોકોએ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને તેને ગેટની તૂટી પડેલા મલબામાંથી બહાર કાઢ્યો હતો પરંતુ તેનું મોત થઈ ચૂક્યું હતું. તેના સાથીદાર ગેટથી દૂર હોવાથી ચમત્કારિક બચાવ થયો હતો. ગ્રામ્ય પોલીસ આ ઘટનાની નોંધ લઈ વધુ તપાસ જમાદાર ગોપાળભાઈ દેવસિંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...