તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાસ્કર િવશેષ | રસ્તાના સાઈડ સોલ્ડરિંગ કરતી વેળા ઉપયોગમાં લેવા નાંખેલ હાર્ડમુરમના ઢગલા પણ બિનઉપય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | રસ્તાના સાઈડ સોલ્ડરિંગ કરતી વેળા ઉપયોગમાં લેવા નાંખેલ હાર્ડમુરમના ઢગલા પણ બિનઉપયોગી પડ્યા છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢનાંબંધારપાડાથી સરૈયા સુધીનાં માર્ગ પર હાલમાં સાઈડ સોલ્ડરનું કામ ચાલી રહ્યું છે. પરંતુ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોવાની ફરિયાદ ઉભી થઇ છે.જેથી કામગીરી યોગ્ય રીતે થાય તેવી માંગ અનેક વાહનચાલકો કરી રહ્યા છે.

અંગે મળતી વિગતો મુજબ સોનગઢનાં બંધારપાડાથી સરૈયા જતા માર્ગ પર હાલમાં ભારે વાહનવ્યવહાર જોવા મળતો હોય એથી માર્ગનાં સાઈડ સોલ્ડર તૂટી ગયા છે. બાબતે ગ્રામજનોએ પોતાને પડતી મુશ્કેલી વિશે ફરિયાદ કરતા દિવ્ય ભાસ્કરમાં અહેવાલ છપાયો હતો. અહેવાલનાં પગલે સાઈડ સોલ્ડર સુધારવાની કામગીરી તો શરૂ થઈ છે, પરંતુ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં એક માત્ર જેસીબી મશીનથી સાઈડ સોલ્ડરની બેસી ગયેલ માટીને સરખી કરવામાં આવે છે. જ્યાં સોલ્ડરનાં સ્થાને વધારે પડતા ખાડા પડી ગયા છે. ત્યાં નવેસરથી પુરાણ કરવા માટે હાર્ડ મુરમનાં ઢગલા નાખવામાં આવ્યા હતા. ઢગલાઓ વ્યવસ્થિત પાથરવાને બદલે માત્ર ઉપરછલ્લી કામગીરી કરવામાં આવી રહી છે.

મુર્હરમનાં કેટલાય ઢગલા હજી પણ પાથર્યા વિના રસ્તાનાં કિનારે પડ્યા છે. હાલમાં જે પ્રમાણે કામગીરી ચાલી રહી છે એથી સમસ્યા થોડા સમય બાદ યથાવત થઈ જવાની સંભાવના છે. માર્ગ મકાન વિભાગ બાબતે યોગ્ય ધ્યાન આપી ટકાઉ સાઈડ સોલ્ડર બનાવવાની દિશામાં કામ કરાવે એવી માંગ ઉભી થઇ છે.

બંધારપાડાથી સરૈયાના માર્ગ જેની કામગીરીમાં વેઠ ઉતારાતી હોવાની રાવ ઉઠી છે.

બંધારપાડા- સરૈયા માર્ગની કામગીરીમાં વેઠ ઉતારાયાની રાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો