તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાતકાશીમાં જંગલી ભૂંડે હુમલો કરતાં યુવકને ગંભીર ઇજા પહોંચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાતકાશીમાં જંગલી ભૂંડે હુમલો કરતાં યુવકને ગંભીર ઇજા પહોંચી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢતાલુકાના જંગલ વિસ્તાર એવા સાતકાશી ગામે બળતણનાં લાકડા વીણવા ગયેલ યુવાન પર જંગલી ભૂંડે હુમલો કરતા યુવાનને ગંભીર ઇજા સાથે સારવાર અર્થે ખસેડાયો હોવાની વિગત મળી છે.

અંગે મળેલ વિગત મુજબ સોનગઢ તાલુકાના બોરદા પંથકમાં આવેલ સાતકાશી ગામે સિન્દુભાઈ ઢેડિયાભાઈ વસાવા(25) રહે છે અને ખેતમજૂરી કરી જીવન ગુજરાન ચલાવે છે. સિન્દુભાઈની બહેનનાં ટૂંક સમયમાં લગ્ન થવાના હોય રસોઈ બનાવવા માટે બળતણનાં લાકડાની જરૂર હોવાથી લાકડા વીણવા ગામ નજીકનાં જંગલમાં એક સાથીદાર સાથે ગયો હતો. બંને મિત્રો જંગલમાં લાકડા વીણી રહ્યા હતા. ત્યારે અચાનક પાછળથી આવેલ એક જંગલી ભૂંડે સિન્દુભાઈ પર અચાનક હુમલો કરી દીધી હતો. અને યુવકને ગંભીર ઇજા પહોંચાડી હતી.આ દ્રશ્ય નિહાળતા એમના સાથીદારે ભારે હોહા કરતા નજીક કામ કરતા મજૂરો સ્થળ પર દોડી આવ્યા હતા અને ભૂંડ ને મારી ભગાડી દીધું હતું.આ બનાવમાં જંગલી ભૂંડે સિન્દુભાઈનાં જાંઘનાં ભાગે બચકા ભરતા એમને લોહી લુહાણ સ્થિતિમાં સારવાર માટે સરકારી દવાખાને સોનગઢ ખસેડાયા હતા. જ્યાં એમને ઇજા નાં સ્થળે 20 જેટલા ટાંકા લેવા પડ્યા હતા.હાલમાં એમની સ્થિતિ સુધારા પર હોવાની માહિતી સાંપડી છે.

જંગલમાં બળતણનાં લાકડા લેવા ગયેલો યુવાન ભોગ બન્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો