• Gujarati News
  • National
  • દેવલપાડા આશ્રમ શાળાના 182 બાળકોને મફત યુનિફોર્મ વિતરણ

દેવલપાડા આશ્રમ શાળાના 182 બાળકોને મફત યુનિફોર્મ વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢગાયત્રી પરિવારના આગેવાન દિલીપભાઈ ચૌધરી અને તેમના પરિવાર દ્વારા આજ રોજ દેવલપાડા ગામે આવેલ 182 જેટલા આદિવાસી બાળકો ને વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શ્રી સેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ સંચાલિત શ્રી માધવ વનવાસી આશ્રમ શાળા દેવલપાડામાં 182 જેટલા આદિવાસી બાળકો અભ્યાસ કરે છે.

બાળકો ને વિનામૂલ્યે સ્કૂલ યુનિફોર્મ અને તિથિ ભોજન આપવાનો કાર્યક્રમ શાળા સંકુલમાં રાખવામાં આવ્યો હતો.સૌ પ્રથમ સવારે શાળા પરિસરમાં ગાયત્રી હવન-પૂજા કરવામાં આવ્યો, ત્યારબાદ શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત દાતા એવા દિલીપભાઈ ચૌધરી પરિવાર અને અન્ય ઉપસ્થિત લોકો દ્વારા તમામ બાળકોને સ્કૂલ-યુનિફોર્મ આપવામાં આવ્યા હતા. શાળાના તમામ બાળકો અને ઉપસ્થિત લોકો માટે ભોજન-મહાપ્રસાદ ની વ્યવસ્થા કરાતા સૌ બાળકો સાથે બેસીને ભોજન લીધું હતું.

આશ્રમશાળાના 182 બાળકોને વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણ કરાયા.

અન્ય સમાચારો પણ છે...