તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યારા નગરમાં ઉત્તર ભારતીય સમાજની વાર્ષિક સભા યોજાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારા નગરમાં ઉત્તર ભારતીય સમાજની વાર્ષિક સભા યોજાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લા ઉત્તરભારતીય સમાજની વાર્ષિક સભા વ્યારા ખાતે પરીશ્રમ હાઉસ ગોલવાડ ખાતે સમાજ પ્રમુખ હિતન્દ્રભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને મળ્યું હતું. સંમેલનમાં સુરત અને તાપી જિલ્લા સહિત અન્ય જિલ્લાના મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સમાજ સંગઠનના વિકાસ માટે અને સંગઠન મજબુત બનાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

પ્રસંગે ઉપસ્થિત સમાજના પ્રમુખ અને ક્વોરી એસોસિયેશનના પ્રમુખ હિતેન્દ્રભાઈ ઉપાધ્યાયે સંગઠન મજબૂત કરવા દાન આપ્યું હતું. જૂન 2017માં સમાજના 1થી 12 ધોરણના બાળકોને નોટ વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સભામાં તાપી જિલ્લામાંથી પસાર થતી તમામ ટ્રેનો સ્ટોપેજ આપવું. સમાજના લોકને ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ બનાવવા મદદરૂપ થવા, સમાજના વડીલોને પ્રવાસ કરાવવું. તથા દ. ગુજરાતના સમાજનું સંગઠન કરી મજબૂત કરવા જણાવ્યું હતું. સંમેલનમાં કે. કે. માવાવાલા દિલીપભાઈ , રાજેશ્વરભાઈ મિશ્રા અને વાલોડ તાલુકા સમાજ તરફથી દાન આપવામાં આવ્યું હતું. પ્રસંગે સુમુલેડરીના ડિરેક્ટર જિતેન્દ્રભાઈ ઉપાધ્યાય, રાજા રામભાઈ મિશ્રા, શશીભાઈ દુબે, મદનભઈ ઠાકોર, સંજયભાઈ પાંડે, દયારામભાઈ તિવારી સહિત વિવિધ આગેવાનો અને મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં અને માર્ગદર્શન આપ્યું હતું. સંમેલનમાં દરેક તાલુકામાંથી બે મહામંત્રીઓની જાહેરાત કરાઈ હતી. જેમાં વ્યારા તાલુકામાં રીતેશભાઈ ઉપાધ્યાય તથા જિતેન્દ્રભાઈ તિવારી, સોનગઢ તાલુકામાં અશોકભાઈ પાઠક તથા અનિલભાઈ તિવારી, વાલોડ તાલુકામાં રાજનાથભાઈ પાલ તથા માણેકચંદભાઈ પાલની નિમણૂક કરાઈ છે. સમગ્ર સંમલેનની આભારવિધી સમાજના ઉપપ્રમુખ સંતોષભાઈ પાંડે કરી સમગ્ર સંમેલનને સફળ બનાવવા વિનોદભાઈ મિશ્રા સહિત આગવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો