તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઉકાઈ પાસે કેનાલમાંથી અસ્થિર મગજની મહિલાની લાશ મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉકાઈ પાસે કેનાલમાંથી અસ્થિર મગજની મહિલાની લાશ મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢતાલુકાના ઉકાઈ નજીકથી વહેતી ડાબા કાંઠા કેનાલમાંથી સોમવારે સવારે એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. તપાસ દરમિયાન લાશ ગુણસદા ગામના બરડીપાડા ફળિયામાં રહેતા એક ગામીત પરિવારની મહિલાની હોવાનું ખુલ્યું હતુ. સદર મહિલા અસ્થિર મગજની હોવાનું પોલીસે જણાવ્યું હતુ.

ઉકાઈ નજીક ડાબા કાંઠાની મુખ્ય કેનાલ થર્મલ પાવર સ્ટેશનમાં થઇ ને આગળ વહે છે. કેનાલમાં પાવર સ્ટેશનની નજીક એક લોખંડની જાળીમાંથી સોમવારે સવારે એક 45 વર્ષિય અજાણી મહિલાની લાશ મળી આવી હતી. અંગે ફરજ બજાવતા સીઆરપીએફના જવાન દિલીપ હીરમલ પાવરાએ ઉકાઈ પોલીસને જાણ કરતા પોલીસે મહિલાની લાશ કેનાલના પાણીમાંથી બહાર કઢાવીએની ઓળખ કરવા પ્રયત્ન શરૂ કર્યા હતા. લાશ મળ્યાને થોડા સમય બાદ ગુણસદા ગામના બરડીપાડા ફળિયાના લોકો સ્થળ પર પહોંચતા લાશ એમના ફળિયામાં રહેતા જાગલીબહેન ગીરાભાઈ ગામીત (45)ની હોવાનું જણાવતા પોલીસે જાગલીબહેનના સગાઓને જાણ કરી હતી. જાગલીબેન છેલ્લા કેટલાક સમયથી અસ્થિર મગજના બન્યા હોય જ્યાં ત્યાં ફર્યા કર્તા હતા. સોમવારે પણ ઉકાઈ વિસ્તારમાં ફરતા જોવા મળ્યા બાદ એમની લાશ કેનાલમાંથી મળી આવી હતી. તેઓ કેનાલના પાણીમાં કઈ રીતે પડ્યા બાબતની તપાસ ઉકાઈ પીએસઆઇ મોટાવર કરી રહ્યા છે.બરડીપાડા ફળીયાની આધેડ મહિલા હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો