તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Songadh
  • સોનગઢના 175 ગામના લોકોને ‘માં કાર્ડ’ કઢાવવા છેક વ્યારા સુધી લંબાવું પડે છે

સોનગઢના 175 ગામના લોકોને ‘માં કાર્ડ’ કઢાવવા છેક વ્યારા સુધી લંબાવું પડે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મલંગદેવ, બોરદા વિસ્તારના ગ્રામજનો 50 કિ.મી ખેંચાવું પડી રહ્યું છે
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના નાગરિકોને મોટી માંદગીના સમયે હોસ્પિટલના બિલમાં રાહત મળે એ આશય સાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના મુકવામાં આવી છે. આ યોજનામાં સરકારે જાહેર કરેલ આવક મર્યાદામાં આવતા ગુજરાતનો કોઈ પણ નાગરિક આવકનો દાખલો અને જરૂરી પુરાવાઓ આપી માં કાર્ડ મેળવી શકે છે. આ બાબતે સોનગઢ નગર અને તાલુકાના જરૂરિયાતમંદ લોકો ને સોનગઢ સરકારી દવાખાનામાં આવેલ સેન્ટરમાંથી આ કાર્ડ ઇસ્યુ કરવામાં આવતા હતા જોકે ગત વર્ષ થી સોનગઢ ખાતેનું આ કેન્દ્ર બંધ કરી હવે જિલ્લા મથક વ્યારા ખાતે ખસેડવામાં આવ્યું છે. આ સેન્ટર વ્યારા ચાલી જતા સોનગઢ તાલુકાના લોકો ને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સોનગઢ તાલુકામાં અંદાજિત 175 જેટલા ગામડાઓ આવેલ છે. એક તરફ ઓટા મલંગદેવ વિસ્તાર અને બીજી તરફ બોરદા વિસ્તારના ગામો 50 કિમિ થી વધારે અંતરે આવેલ છે. સરકારે જાહેર કરેલ માં કાર્ડ ની સહુ થી વધારે જરૂરિયાત સિનિયર સિટીઝન લોકો ને હોય છે.આવા સંજોગોમાં માંડ માંડ ચાલતા અને જીવન ગુજરાન ચલાવતા વડીલ ભાઈ બહેનો કાર્ડ કઢાવવા માટે વ્યારા સુધી ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે એમની સ્થિતિ દયનીય બની રહી છે. આ બાબતે ભૂતકાળમાં પણ સોનગઢ ખાતે કાર્ડ આપવાનું સેન્ટર પુનઃ શરૂ કરવામાં આવે એ અંગે રજુઆત થઈ ચૂકી છે પરંતુ જિલ્લા આરોગ્ય વિભાગની ખોટી નીતિઓ ને પ્રતાપે અન્ય તાલુકાના લોકોએ કાર્ડ મેળવવા વ્યારા ખાતે દોડવું પડી રહ્યું છે. સરકાર રાજ્ય ના નાગરિકો ને વિવિધ યોજનાનો લાભ આપવા તત્પર છે ત્યારે જેની અમલવારીની જવાબદારી છે એવા સરકારી વિભાગે લોકો સુધી એનો લાભ પહોંચાડે એ અત્યંત જરૂરી છે.તાપી આરોગ્ય વિભાગ લોકોની માંગણી મૂજબ ટૂંક સમયમાં સોનગઢ ખાતે માં કાર્ડ ઇસ્યુ કરવાનું કેન્દ્ર શરૂ ન કરે તો સ્થાનિક લોકો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સોનગઢમાં કાર્ડ ઇસ્યુ કરવાનું કેન્દ્ર શરૂ કરો
સોનગઢ ખાતે આ પહેલા માં કાર્ડ ઇસ્યુ કરવામાં આવતા હતા જોકે હાલમાં આ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું છે.આ કાર્ડ માટે હવે જિલ્લા મથક વ્યારા સુધી દોડવું પડે છે અને નામ નોંધાવ્યા બાદ માંડ માંડ નંબર લાગે છે.આ કાર્યવાહીમાં નગર અને તાલુકામાં રહેતા વૃદ્ધો અને અસહાય લોકોની દશા કફોડી બની રહી છે.આ બાબતે હું એ ગત માસમાં સોનગઢ મામલતદારમાં એક પત્ર આપી રજૂઆત કરી હતી પરંતુ પરિણામ શૂન્ય છે.આરોગ્ય વિભાગ તાકીદે સોનગઢ ખાતે કાર્ડ ઇસ્યુ કરવા માટેનું કેન્દ્ર શરૂ કરે એ જરૂરી છે. જયેશભાઈ સી મજુમદાર,સામાજિક કાર્યકર્તા,સોનગઢ

જિલ્લા આરોગ્ય વિભાગમાં જાણ કરી જ છે
સોનગઢ ખાતે થી આ પહેલા માં કાર્ડ ઇસ્યુ થતા જ હતા જોકે વહીવટી કારણોસર સોનગઢ કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે.આ અંગે સ્થાનિક લોકોની રજૂઆત મને મળી છે અને એ અંગે ની જાણ જિલ્લા આરોગ્ય વિભાગમાં કરવામાં આવી છે. ડો.દીપકભાઈ ચૌધરી, ટીએચઓ સોનગઢ.

અન્ય સમાચારો પણ છે...