• Gujarati News
  • National
  • સોનગઢ અને વ્યારામાં 108 સૂર્ય નમસ્કાર કરી મકરસંક્રાંતિ ઉજવાઇ

સોનગઢ અને વ્યારામાં 108 સૂર્ય નમસ્કાર કરી મકરસંક્રાંતિ ઉજવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોનગઢ અને વ્યારા તાલુકા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા રવિવારે મકર સક્રાંતિ પર્વ નિમિતે 108 સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સોનગઢ અને વ્યારા પંથકના સ્વયંસેવકો ઉપસ્થિત રહી ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરી હતી.

સોનગઢ નગરમાં છેલ્લા 14 વર્ષથી વીર બિરસા મુંડા પ્રભાત શાખા દ્વારા મકરસંક્રાન્તિના દિવસે આ પ્રકારનો સૂર્યનમસ્કારનો કાર્યક્રમ નિયમિત રીતે યોજવામાં આવે છે. સંક્રાતિના દિવસે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં સોનગઢ હાઇસ્કૂલના મેદાનમાં 108 સૂર્યનમસ્કાર શરૂ થયા હતા. આ કાર્યક્રમના યજમાન પદે નગરના અગ્રણી વેપારી રાકેશભાઈ. બી અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ સૂર્યનમસ્કારના કાર્યક્રમમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન કરી 108 આહુતિ આપવામાં આવી હતી. સોનગઢ ઉકાઈ ગુણસદા અને અન્ય સ્થાનોથી મળી અંદાજીત 220 જેટલા સ્વયંસેવકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને એમાં 25 જેટલા બાળ સ્વયંસેવકોની હાજરી પણ નોંધાઈ હતી. વ્યારા જિલ્લા કાર્યવાહી ચંદનસિંહ ગોહીલે મકરસંક્રાતી પર્વની ઉજવણી વિષે વિસ્તારથી બૌદ્ધિક આપ્યું હતુ.કાર્યક્રમમાં માર્ગદર્શન આપવા તાપી જિલ્લા સંઘ ચાલક પ્રો.વસંતભાઈ ગામીત અને પ્રાંત પરિયોજના પ્રમુખ રાહુલભાઈ શિમ્પી ઉપસ્થિત રહ્યા હતા. વ્યારા સયાજી ગ્રાઉન્ડ ખાતે પણ આજ રીતનો સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યજ્ઞ સાથે સંપન્ન થયો હતો. એમાં વ્યારા નગરના સ્વયંસેવકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...