તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સોનગઢમાં જુનાગામ મેઈન રોડ પર ગટરનું તૂટેલું ઢાંકણું અકસ્માત નોતરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનગઢમાં જુનાગામ મેઈન રોડ પર ગટરનું તૂટેલું ઢાંકણું અકસ્માત નોતરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢજુનાગામ મેઈન રોડ વચ્ચેથી પસાર થતી ભૂગર્ભ ગટર યોજનાના ઢાંકણ સાવ તકલાદી બેસાડવામાં આવ્યા હોય ઢાંકણાઓ પૈકી દર પંદર દિવસે એકાદ ઢાંકણું તૂટતું હોય છે. બાબતે નગર પાલિકા યોગ્ય ધ્યાન આપી મુખ્ય રસ્તાના ગટર પરના ઢાંકણા લોખંડના બેસાડી સમસ્યાનું નિરાકરણ કરે આવી માંગ ઉભી થઇ છે.

સોનગઢમાં છેલ્લા બે ત્રણ વર્ષથી ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલી રાહ્યુ છે. કામ હાલ પણ અધૂરું છે અને ધીમી ગતિના સમાચારની માફક ચલાવાય રહ્યું છે. ભૂગર્ભ ગટર યોજના સોનગઢના જુનાગામ મુખ્ય રસ્તાની વચ્ચેથી પસાર થાય છે. ભૂગર્ભ ગટર યોજના અન્વયે ગટર પર જુદાજુદા ઠેકાણે ઢાંકણા ગોઠવવામાં આવ્યા છે. ઢાંકણાઓ સાવ તકલાદી કક્ષાના બેસાડવામાં આવ્યા હોય અવારનવાર તૂટી જાય છે. મુખ્ય રસ્તા પર દર પંદર- પંદર દિવસે એક ઢાંકણું તૂટેલી સ્થિતિમાં જોવા મળે છે. હાલમાં પણ જુનાગામ મેઇનરોડ પર ડીસ્ટ્રીકટ બેંક પાસેથી પસાર થતા રસ્તા પર ગટર નું એક ઢાંકણું તૂટેલી સ્થિતિમાં છે.આ ઢાંકણા પાસેથી પસાર થતા વાહનો રોંગ સાઈડ થઇને પસાર થઇ રહ્યા છે. સ્થળે અકસ્માતની સંભાવના પણ ઘણી વધારે છે. ખાસ કરીને રાત્રીના સમયે પસાર થતા વાહનચાલકોના અકસ્માતનો ભોગ બનવાની શક્યતા છે. બાબતે નગરપાલિકા સોનગઢના કારોબારી અધ્યક્ષ આશિષભાઈ શાહનું ધ્યાન દોરતા એમણે મુખ્ય રસ્તા પર ગટરના ઢાંકણા લોખંડના મુકવા બાબતે ચર્ચા કરવાની ખાત્રી આપી હતી.

સોનગઢ નગરના જુનાગામ વિસ્તારમાં ગટરનુ ઢાંકણ જોખમી.

દર પંદર દિવસે ગટરનું ઢાંકણું તૂટી જાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો