તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | ઉકાઇ રોડ પર બનાવાયેલ કૃત્રિમ તળાવમાં 125થી વધુ શ્રીજીની પ્રતિમાનુ વિસર્જન કરવામાં

ભાસ્કર િવશેષ | ઉકાઇ રોડ પર બનાવાયેલ કૃત્રિમ તળાવમાં 125થી વધુ શ્રીજીની પ્રતિમાનુ વિસર્જન કરવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢનગર તાલુકામાં સ્થાપના કરવામાં આવેલ ગણપતિબાપાને મંગળવારે વિદાય આપવામાં આવશે. અંગે નગરમાં નીકળનાર વિસર્જન યાત્રા સંદર્ભે કરવામાં આવેલ તૈયારીને વહીવટી તંત્ર અને પાલિકા સ્ટાફ દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દેવજીપૂરા ઉકાઇ રોડ પર બનાવાયેલ કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. સોનગઢ નગર અને તાલુકામાં અંદાજિત 150થી વધુ ગણપતિબાપાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા દશ દિવસથી પૂજા અર્ચના સાથે વાગતા ઢોલના કારણે ગણપતિ મંડપોમાં ભક્તોની ભીડ જોવા મળતી હતી. મંગળવારે ગણેશ વિસર્જન યાત્રા નીકળવાની છે.

યાત્રા સંદર્ભે તંત્ર દ્વારા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. દેવજીપુરા ઉકાઈરોડ પર રોડ પર અંગે પાલિકા દ્વારા કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. સોમવાર દિવસે તળાવમાં પાણી ભરવાની કાર્યવાહી કરતા પાલિકા પાણી વિભાગના કર્મચારીઓ નજરે પડયા હતા. મંગળવાર સવાર સુધીમાં તળાવમાં પૂરેપૂરું પાણીથી ભરી દેવામાં આવશે. અહીં અંદાજીત 125 કરતા વધુ બાપાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવનાર છે. નગરના મુખ્ય રસ્તા પરથી વિસર્જન યાત્રા નિકળનાર છે રસ્તા પર પૂરતા પ્રમાણમાં વધારાની ફ્લડ લાઈટો ગોઠવી દેવામાં આવી છે. સાથે જુનાગામ રોડ પાસે આવેલ મસ્જિદ પાસેના બે રસ્તાઓને લોકોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે. નગરમાં સંવેદનશીલ જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત સવારથી મૂકી દેવામાં આવનાર છે. વિસર્જન યાત્રા સંપૂર્ણ રીતે શાંતિથી પાર પડે માટે વહીવટી તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગણેશ આયોજકો વિસર્જન યાત્રા વહેલી કાઢે અને સૂર્યાસ્ત સુધીમાં બાપાની મૂર્તિને વિદાય આપી દે એવી વિનંતી કરવામાં આવી છે.

સોનગઢમાં વિસર્જનની તૈયારીના ભાગરૂપે ઉકાઇ રોડ પર બનાવવામાં આવેલું કુત્રિમ તળાવ.

સોનગઢમાં ગણેશ વિસર્જન તૈયારીને આખરી ઓપ અપાયો

અન્ય સમાચારો પણ છે...