• Gujarati News
  • દેવલપાડા ગામે 78000ના દારૂ સાથે 3 ઈસમો ઝડપાયા

દેવલપાડા ગામે 78000ના દારૂ સાથે 3 ઈસમો ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવલપાડાગામે સાેમવારે વહેલી સવારે સોનગઢ પોલીસે બાતમીના આધારે દરોડા પાડતાં કુલ 78700ના વિદેશી દારૂ સાથે ત્રણ બુટલેગરોની ધરપકડ કરી હતી. બનાવમાં દારૂ સપ્લાય કરનાર સમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસની કાર્યવાહી શરૂ કરી છે.

સોનગઢ તાલુકાના આદિવાસી સમાજની કુળદેવી એવા દેવલીમાડી માતાનું મંદિર આવેલું છે. એવા દેવલપાડા ગામે કેટલાક ઈસમો ગેરકાયદે વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની બાતમી સોનગઢ પોલીસને મળી હતી. આધારે પીઆઈ દોડીયા તથા ટીમ દ્વારા દેવલપાડા ગામે સોમવારે સવારે 7.30 કલાકે દરોડો પડાવમાં આવ્યો હતો. દેવલપાડાના સુરેશ રતનજી ગામીતના ઘરેથી વગર પાસ પરમીટ વિનાની ઈંગ્લિશ દારૂની 766 નંગ બોટલ મળી આવી હતી. વિદેશી દારૂનો જથ્થો ડોસવાડાના સુરેશ ઉર્ફે સૂર્યા નગીન ગામીતે પોતાની સેન્ટ્રોકારમાં ભરી દેવલપાડા ગામે ઉતારી ગયો હતો.

સાથે ગાળકૂવાનો અશોક બાબુ ગામીત તથા જૂનવાણનો શૈલેશ બાલુ ગામીત નામના બે ઈસમોએ પલ્સ (GJ-26[R-6893) પર બેસી પાયલોટિંગ કર્યુ હતું. દરોડા દરમિયાન સુરેશ રતનજી તથા ખેપિયા એવા અશોક બાબુ અને શૈલેશ બાલુ સ્થળ પરથી મળી આવતાં ત્રણેની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 78700નો દારૂ, 20000ની પલ્સર બાઈક તથા 5000નો મોબાઈલ મળી કુલે 103700નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બનાવમાં પોલીસને નિહાળી ભાગી છૂટેલા ડોસવાડાના બુટેગર સૂર્યા ગામીતને સોનગઢ પોલીસે વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.