તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચોમાસામાં ડાંગનું સૌંદર્ય જોવાલાયક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોમાસામાં ડાંગનું સૌંદર્ય જોવાલાયક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારદા ધોધનો નજારો જોવા ખીણમાં ભોમિયા સાથે જવું પડે

સહ્યાદ્રીનીગિરિકંદરાઓની વચ્ચે ચોમાસાની ઋતુમાં ખળખળ વહેતા ઝરણાઓ, પહાડ ઉપરથી નીચે ખીણમાં ખાબકતા અને રૌદ્ર-રમ્ય અહેસાસ કરાવતા દૂગ્ધધારા જેવા જળધોધનો નજારો માણવા અને જાણવા લાયક હોય છે.

ડાંગ જિલ્લો આવા એક એકથી ચઢિયાતા નજારા માટે હંમેશા પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. અહીં મીની નાયગ્રા તરીકે ઓળખાતો વઘઇ (આંબાપાડા)નો ગીરાધોધ વઘઇ-સાપુતારા-નાસિક રાજ્ય ધોરીમાર્ગ ઉપર સહેલાણીઓને અનોખો નજારો પુરો પાડે છે. સોનગઢની સરહદે ગીરમાળ ગામની સીમમાં આવેલો, અને ગુજરાતના સૌથી ઉચા ધોધ તરીકેની ખ્યાતિ પામેલા ગીરમાળ ધોધનું રૌદ્ર અને રમ્ય સ્વરૂપ સહેલાણીઓને એક આછી ધ્રુજારી સાથે અનેરો રોમાંચ પુરો પાડે છે.

સિવાય ડાંગમાં અનેક નાના મોટા જળધોધ પહાડી માર્ગો ઉપર સહેલાણીઓનું સ્વાગત કરે છે. જેમ કે આહવાના સીમાડે શિવઘાટમાં આવેલો શિવધોધ જાણે કે શિવજીની જટામાંથી નીકળતી ગંગાની ધાર જેવો ભાસે છે, તો આહવાથી સાપુતારા માર્ગે આહવાની સરહદ પાર આવેલો યોગેશ્વર ઘાટનો યોગેશ્વર ધોધ, ધવલીદોડના ચેકડેમની પાસે આવેલો પાહેરચોંઢી ધોધ, આહવાથી મહાલ જતા પોપટીયા ઘાટમાં આવેલો આંકડી ધોધ, કુશમાળ, ગલકુંડ અને કાકશાળા પાસેના વેરાન જળધોધ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે.

ઉપરાંત આહવાથી મહાલ જતા માર્ગે આવતા ચનખલ ગામના સીમાડે આવેલો બારદા ધોધ (સ્ટેપ ધોધ) એક ઉપર એક એમ બાર માળ-મજલા આકારના ખડક ઉપરથી નીચે ઉંડી ખીણમાં ખાબકે છે. જે નજારો જોવા માટે ડી ખીણમાં કોઇ ભોમિયા સાથે જવુ પડે તેવુ કપરુ કાર્ય છે. ભેંસકાતરી પાસે આવેલા કાકરદાના માયાદેવી મંદિર પાસે આવેલો કાળમીંઢ ખડકોની વચ્ચેથી વહેતો સ્ટેપ ધોધ પણ ચોમાસામાં જ્યારે નદી બે કાંઠે વહેતી હોય ત્યારે અનોખો નજારો ખડો કરે છે.

જળધોધની મુલાકાત લઇને પ્રકૃતિના નજારાને મનભરીને માણવાનું તો સૌને ઇજન છે પરંતુ રોમાંચ અને ક્ષણિક આવેશના જોશમાં સેલ્ફી લેવાની ઘેલછામાં, ક્યાંક અજુગતુ બને તે માટે સભાન રહેવુ પણ એટલુ જરૂરી છે.

સોનગઢની સરહદે ગીરમાળ ગામની સીમમાં આવેલો, અને ગુજરાતના સૌથી ઉચા ધોધ તરીકેની ખ્યાતિ પામેલા ગીરમાળ ધોધનું રૌદ્ર અને રમ્ય સ્વરૂપ સહેલાણીઓને એક આછી ધ્રુજારી સાથે અનેરો રોમાંચ પુરો પાડે છે.

ભેંસકાતરી પાસે આવેલા કાકરદાના માયાદેવી મંદિર પાસે આવેલો કાળમીંઢ ખડકોની વચ્ચેથી વહેતો સ્ટેપ ધોધ પણ ચોમાસામાં જ્યારે નદી બે કાંઠે વહેતી હોય ત્યારે અનોખો નજારો ખડો કરે છે.

શિવઘાટ

યોગેશ્વરઘાટ

બારદાધોધ

ગીરમાળ ધોધ

ગીરાધોધ

ગુજરાતના ડાંગ જિલ્લામાં સહ્યાદ્રીની ગિરિકંદરાઓ વચ્ચે ખળખળ વહેતા ઝરણાંઓ અને પહાડોનું સૌંદર્ય પૂર બહારમાં ખીલ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો