તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નવાપુરના વીસરવાડી ગામે બંધ ઘરમાંથી 8 લાખની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવાપુરના વીસરવાડી ગામે બંધ ઘરમાંથી 8 લાખની ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહારાષ્ટ્રનાનવાપુર તાલુકાના વીસરવાડી ગામે રહેતા એક ડોક્ટર પોતાનું ઘર બંધ કરી સ્વજનની ખબર કાઢવા નાશીક ગયા હતાં. તસ્કરો દ્વારા ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતાં. અને ઘરમાં મુકેલ કબાટમાં રહેલ ચાંદીના દાગીના તથા રોકડ રકમ લઈ નાસી છૂટ્યા હતાં. બનાવમાં અંદાજિત આઠ લાખ રૂપિયાની માલમત્તાની ચોરી બાબતે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

અંગે મળેલી વિગત મુજબ નવાપુર તાલુકાના વીસરવાડી ગામે ડો. રવિનદ્રભાઈ કુડે મહાજન પોતાના પરિવાર સાથે રહે છે. ડો. રવિન્દ્રભાઈ સસરા નાસિક ખાતે રહે છે. અને હાલમાં એઓ બિમાર હોય શુક્રવારે રવિન્દ્રભાઈ મકાન બંધ કરી એમની ખબર કાઢવા માટે પત્ની સાથે નાસીક ગયા હતાં. બાબત અંગે કેટલાક જાણભેદુ તસ્કરો ગુરુવારની મધ્યરાત્રિ બાદ એમના મકાનના દરાવાજાના અડાગરો અને તાળા તોડી ઘરમાં પ્રવેશ્યા હતાં. તસ્કરોએ ડોક્ટરના બેડરૂમમાં ઘૂસી કબાટ તોડી નાંખ્યો હતો. કબાટના ખાનામાં મુકેલ 18 તોલા સોનુ, દોઢ કિલો ચાંદી અને 30000 રોકડાની ચોરી કરી ચોર ટોળકી ભાગી છૂટી હતી. પાડોશીએ ડોક્ટરના ઘરના દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં જોતા તેમણે રવિન્દ્રભાઈ ફોન કરી જાણ કરી હતી. જેથી ડોક્ટર તુરંત વીસરવાડી આવી ગયા હતાં અને પોલીસને જાણ કરી હતી. પોલીસ સહાયક નિરીક્ષકર જિતેન્દ્ર સપકાળે તથા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શિવાજીગાવિત વીસરવાડી ખાતે દોડી આવ્યા હતાં. અને ચોરી અંગે તપાસ શરૂ કરી હતી. ચોરીની ઘટના અંગે વીસરવાડી પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ સોના ચાંદીનાદાગી અને રોકડ મળી કુલે 8,00,000ની ચોરીની ફરિયાદ દાખલ કરી છે. અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વીસરવાડી ખાતે ડોક્ટરના ઘરે થયેલી ચોરી.

તસ્કરો હાઇવે પરથી વાહનમાં બેસી ભાગી ગયા

વીસરવાડીખાતે ડોક્ટરના ઘરે થયેલી ચોરી અંગે સ્થાનિક પોલીસે ડોગસ્ક્વોર્ડની મદદ લીધી હતી. ડોગ સ્ક્વોર્ડના ડોગ ઘટના સ્થળેથી પેટ્રોલપંપ સુધી પહોંચ્યા હતાં અને ત્યાંથી અટકી ગયા. તસ્કરો હાઈવે પરથી કોઈ વાહનમાં નાસી છૂટ્યા હોવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો