• Gujarati News
  • જમીનમાલિક અને ગ્રામજનો આમને સામને થયા

જમીનમાલિક અને ગ્રામજનો આમને સામને થયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢતાલુકાના ચીખલીભેસરોટ ગામે રસ્તો બનાવવાની બાબતે કવોરી માલિક અને ગ્રામજનો વચ્ચે ગુરુવારે ઘર્ષણ થયાનું નોંધાયું હતુ.આ બાબતે શનિવારે મામલતદાર સોનગઢ ની ઉપસ્થિત માં રસ્તા બાબતે ચર્ચા વિચારણા થઇ હતી અને હાલ પૂરતું કામ બંધ કરાવાયું હોવાનું જાણવા મળ્યું છે.

સોનગઢના ચીખલીભેસરોટ ગમે અંદાજીત 3 કિમી નો રસ્તો બનાવવા નું કામ ચાલી રહ્યું હતુ રસ્તો ગામ આવેલ સ્ટોન કવોરી ની જમીન માંથી બની રહ્યો છે એવું જણાવી કવોરી માલિક હિતેન્દ્ર ભાઈ ઉપાધ્યાયે વિરોધ કર્યો હતો.એમણે રસ્તો કવોરી ની બહાર થી બનાવવાં નું કહેતા ગુરુવારે ગ્રામજનો અને કવોરી માલિક વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉભી થઇ હતી.આ રસ્તા અંગેના પ્રશ્નના નિરાકરણ અંગે શનિવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે અને મામલતદારની ઉપસ્થિતિમાં ગ્રામજનો અને કવોરી માલિક અને અગ્રણીઓ ભેગા થયા હતા.

વેળાએ ગામના સરપંચ રોશનભાઈ ગામીતે રસ્તો યથાવત રીતે બનાવવાની માંગ કરી હતી જયારે કવોરી માલિકે રસ્તો બહારથી બનાવવાની રજૂઆત કરી હતી.આ બાબતે મામલતદાર સોનગઢ દ્વારા બંને પક્ષો ને પોતાની રજૂઆત લેખિતમાં કરવા અને એની સુનાવણી થાય ત્યાં સુધી રસ્તાનું કામ બંધ કરવા સુચના આપી હતી.હાલમાં રસ્તો મેટલ માર્ગ છે અને ગ્રામજનો એનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે વિવાદ બાદ એના નિરાકરણ સામે ગ્રામજનો મિટ માંડી છે.

ભેસરોટ ગામે જમીન માલિક અને ગ્રામજનો સામસામે

ચીખલી તાલુકાનાં ભેસરોટ ગામે રસ્તાના કામ બાબતે ઝઘડો થયો