• Gujarati News
  • National
  • મૈયાલી ગામનું પીકઅપ સ્ટેન્ડ ખંડેરમાં ફેરવાતાં મુસાફરોને હાલાકી

મૈયાલી ગામનું પીકઅપ સ્ટેન્ડ ખંડેરમાં ફેરવાતાં મુસાફરોને હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢતાલુકાના ટેમકા રોડ પર આવેલ મૈયાલી ગામે ગત વર્ષોમાં બનાવાયેલ પીકઅપ સ્ટેન્ડ અત્યંત બિસ્માર સ્થિતિમાં હોય મુસાફરો માટે બિન ઉપયોગી સાબિત થઇ રહ્યું છે. હાલમાં ગામ તથા એની આસપાસના મૂસાફરો સ્ટેન્ડનો ઉપયોગ કરવાના બદલે નજીક આવેલ વૃક્ષોના છાંયડામાં ઉભા રહી બસની રાહ જોતા જોવા મળે છે.

સોનગઢનું મૈયાલી ગામ ટેમકા રોડ પર આવેલ અગત્યનું ગામ છે. મૈયાલીથી ટેમકા થઈ સોનગઢ અને બંધારપાડા થઈ વ્યારા તરફ આવવા જવા માટે એસટી બસ સહીત કેટલાય ખાનગી વાહનો રૂટ પર દોડી રહ્યા છે. મુસાફરોની સગવડ માટે વર્ષો પહેલા તત્કાલિન ચૂંટાયેલા સભ્યની ગ્રાન્ટમાંથી એક પીકઅપ સ્ટેન્ડનું નિર્માણ કરાયું હતુ. સ્ટેન્ડ બનાવ્યાને ઘણા વર્ષો વીતી ગયા હોય સ્ટેન્ડ સાવ ખખડધજ સ્થિતિમાં આવી ગયું છે. સ્ટેન્ડમાં બનાવાયેલ બેઠક વ્યવસ્થા સંપૂર્ણપણે તૂટી ગઈ છે.

સ્ટેન્ડના પીલ્લર ગમે ત્યારે તૂટી પડવાની સંભાવના સાથે ઉભા છે.પ્લાસ્ટર ઠેર ઠેર ઉખડી ને પડ્યું છે. આમ સ્ટેન્ડ મૂસાફરોને ઉપયોગ લાયક રહ્યું હોય ખાલી પડ્યું રહે છે. સ્ટેન્ડ બિસ્માર હોવાના કારણે લોકો એમાં બેસતા નથી અને જયારે સોનગઢ અથવા વ્યારા તરફ જવાનું હોય ત્યારે નજીક ના વિસ્તારમાં આવેલ વૃક્ષના નીચે બેસી વાહનની રાહ જોવી પડે છે. મૈયાલી ગામે મૂસાફરોને સુવિધા યુક્ત નવું પીકઅપ સ્ટેન્ડ બનાવી આપવામાં આવે એવી માગ ઉભી થઇ છે.

સ્ટેન્ડ ગમે ત્યારે તૂટી પડે એવી સ્થિતિમાં

અન્ય સમાચારો પણ છે...