• Gujarati News
  • National
  • સોનગઢ પંથકમાં વાજતે ગાજતે બાપાને વિદાય

સોનગઢ પંથકમાં વાજતે ગાજતે બાપાને વિદાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢપંથકમાં ગુરૂવારે ગણપતિ વિસર્જન યાત્રા શાંતિ પુર્ણ રીતે ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

સોનગઢ નગર અને તેની આસપાસનાં વિસ્તારમાં થઈ અંદાજિત 200 કરતા વધુ શ્રીજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.છેલ્લાં દશ દિવસથી સવાર સાંજ બાપાના સ્થાપના સ્થળે ભક્તોની ભીડ જોવા મળતી હતી. ગુરૂવારે બાપાને વિદાય આપવાનો દિવસ હોય ભક્તો ભારે હ્ય્દયે વિસર્જન યાત્રા સાથે જોડાયા હતાં. નગરમાં નીકળેલી વિસર્જન યાત્રામાં ભક્તો ઢોલ નગારા સાથે ભારે ઉમંગ ભેર જોડાયા હતાં. સોનગઢમાં મુખ્ય વિસર્જન સરઘસ બપોર બાદ નવાગામથી શરૂ થયુ હતુ. પહેલાં સવારે 11.30 કલાકે સહુ પ્રથમ વીર સાવરકર શોપિંગ સેન્ટરના ગણપતિ બાપાની પ્રતિમા પાલિકા નિર્મિત તળાવ ખાતે પહોંચી હતી અને પછી સોનગઢ પોલીસ મથકનાં ગણપતિ બીજા નંબરે વિસર્જિત કરવામાં આવ્યાં હતાં. સોનગઢમા જે મોટા કદની પ્રતિમા સ્થાપિત થયેલ હતી એનું વિસર્જન એન વી સ્ટોન ક્રશર પાસે આવેલ પાણીની ખાણમાં કરવામાં આવ્યુ હતુ. જ્યારે મધ્યમ અને નાની પ્રતિમાઓ કૃત્રિમ તળાવમાં વિસર્જિત થઈ હતી.

ઢોલ નગારા સાથે ભક્તો માર્ગો પર ઊમટ્યા

અન્ય સમાચારો પણ છે...