તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તાપી જિલ્લાની 265 પંચાયતોની ચૂંટણીને લઇ રાજકિય ગરમાટો

તાપી જિલ્લાની 265 પંચાયતોની ચૂંટણીને લઇ રાજકિય ગરમાટો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લાના સાત તાલુકામાં આવેલી 265 ગ્રા.પં.ની 27 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જાહેરનામા બહાર પડતા તાપી જિલ્લાનું રાજકીય માહોલમાં ગરમાટો આવી ગયો છે. વિવિધ પક્ષઓ દ્વારા અત્યારથી એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સોમવારે રાજ્યભરમાં ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં મુદત પૂરી થતી હોય તેવી ગ્રામ પંચાયતોની 27મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરાઇ છે. ગતરોજ વિધિવત રાજ્ય ચૂંટણી ગ્રામપંચાયતોની ચૂંટણી બહાર પડતા જે અંતર્ગત તાપી જિલ્લા ખાતે આવેલા સાત તાલુકા વ્યારા, વાલોડ, ડોલવણ, ઉચ્છલ, નિઝર, સોનગઢ, કુકરમુન્ડાના કુલ 265 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજનારી છે. જેમાં વ્યારાની 68 ગ્રામપંચાયત, વાલોડની 35 ગ્રામપંચાયત, ડોલવણ 39 ગ્રામપંચાયત,ઉચ્છલની 21,ગ્રામપંચાયત, નિઝરની 21, ગ્રામપંચાયત સોનગઢની 70, ગ્રામપંચાયત, કુકરમુન્ડાની 10, ગ્રામપંચાયતની ચૂંટણી યોજનારી છે. ચૂંટણીની જાહેરાત સાથે સરપંચ બનવા થનગની રહેલા ઉમેદવારો સક્રિય બનતાં ગ્રામ્ય વિસ્તારમાં રાજકીય ગરમાટો આવી ગયો છે. સામાન્ય ચૂંટણીઓ જાહેર કરવામાં આવતાની સાથે આદર્શ આચારસંહિતા અમલી બની છે.

ચૂંટણીનો કાર્યક્રમ

પંચાયતચૂંટણી કાર્યક્રમ 5 ડિસેમ્બર જાહેરનામુ પ્રસિધ્ધ થશે 5 ડિસેમ્બરે ફોર્મ ભરવાનું શરૂ થશે 10 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે 12 ડિસેમ્બરે ફોર્મની ચકાસણી થશે 14 ડિસે. ફોર્મ પરત ખેંચી શકાશે. 27 ડિસેમ્બરે મતદાન 29 ડિસેમ્બરે મત ગણતરી કરાશે.

વિવિધ પક્ષોએ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું

અન્ય સમાચારો પણ છે...