• Gujarati News
  • National
  • બારડોલી ઉખલદા રુટ પર પ્રથમ વાર એસટી બસ શરૂ કરાતા મુસાફરોમાં આનંદ છવાયો

બારડોલી-ઉખલદા રુટ પર પ્રથમ વાર એસટી બસ શરૂ કરાતા મુસાફરોમાં આનંદ છવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢતાલુકાના આમલી ગામ તથા ઉખલદા ગામ તા.સોનગઢ જિ. તાપી ખાતે આજ રોજ બારડોલી-વ્યારા-અગાસવાણ-આમલી-ઉખલદા રૂટ ઉપરની બસની શરૂઆત થઈ હતી.

આઝાદી બાદ પ્રથમવાર રૂટ પર બસ શરૂ કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. રૂટ પર બસની માંગણી અંગે સ્થાનિક સરપંચો દ્વારા કુંવરજીભાઈ હળપતિ ચેરમેન (ગુજરાત રાજ્ય હળપતિ અને ગૃહનિર્માણ બોર્ડ,ગાંધીનગર)ને રજુઆત કરવામાં આવી હતી. કુંવરજીભાઇએ બાબત ધ્યાનમાં લઈ તત્કાલ મંત્રીઓને રજુઆત કરતા બસની ફાળવણી કરી આપવામાં આવી હતી. આજરોજ આમલી ગામ તથા ઉખલદા ગામે બસને આવકારવાનો કાર્યક્રમ ચેરમેન કુંવરજીભાઈ હળપતિ (ગુજરાત રાજ્ય હળપતિ અને ગૃહનિર્માણ બોર્ડ,ગાંધીનગર)ના ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. પ્રસંગે કુંવરજીભાઈ વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં સોનગઢ વિસ્તારમાં બાકી રહેલા કામો ને પણ પૂર્ણ કરવામાં આવશે તથા વિધાનસભા-૧૫૭ માંડવી બેઠક ને પણ કોંગ્રેસ મુક્ત કરવાની કાર્યકર્તાઓ ને અપીલ કરી હતી.

બારડોલી- ઉદખલા રૂટ પર બસ સેવાનો શુભારંભ કરી રહેલા અગ્રણીઓ.

અન્ય સમાચારો પણ છે...