તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કીકાકૂઈના યુવકોએ સ્વબળે ગામના અંધારા ઉલેચ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજના સમયમાં ગામડાઓમાં વિકાસ કામ બાબતે અને સુવિધાઓ કરાયેલી માંગણીઓ સરકારી તુમારમાં અટવાઈને રહી જતી હોય છે, પરંતુ સોનગઢ તાલુકાના કીકાકૂઈ ગામના યુવકોએ આ પદ્ધતિ કરતા અલગ ચીલો શરુ કર્યો છે. કીકાકૂઈ ગામમાં રસ્તા પર સ્ટ્રીટ લાઈટ ન હોવાને કારણે રાત્રીના સમયે રાહદારીઓને અંધારાના કારણે મુશ્કેલી પડતી હતી. ગામના યુવકોએ આ અંગે રસ્તા પરના અંધારા દૂર કરવાનું બીડું ઉપાડયું અને ટૂંક સમયમાં જ ગ્રામજનોના સહયોગથી અને યુવકોએ રૂપિયા 5 લાખના ખર્ચે રસ્તાના કિનારે 52 થાંભલા ઉભા કરી એલઇડી લાઈટ નાખી રસ્તા પરના અંધારા દૂર કરી દીધા છે.

કીકાકૂઈ ગામ એટલે 100 ટકા આદિવાસી વસતિ ધરાવતું ગામ છે અને તેની જનસંખ્યા અંદાજિત 3200 જેટલી છે. હાઇવેથી ગામના નજીક આવેલ ફળિયાનું અંતર દોઢ કિલોમીટર જેટલું છે. ગામના મુખ્ય રસ્તા પર આઝાદી પછી આજદિન સુધી કોઈ પણ સ્ટ્રીટ લાઈટની સુવિધા ન હોવાને કારણે મોડી સાંજે અથવા રાત્રીના સમયે ગામ તરફ આવતા લોકોએ ફરજીયાત અંધારા ઉલેચી પોતાના ઘરે પહોંચવું પડતું હતુ. જોકે ગામના જ યુવક મંડળના કેટલાક સભ્યોને સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન ઉકેલાવો જોઈએ એવો વિચાર આવ્યો, તાત્કાલિક યુવક મંડળની એકી મીટિંગ થઇ એમાં ગ્રામજનોના સહયોગથી રસ્તા કિનારે લાઈટના થાંભલા નાંખવાનું નક્કી કરવામાં આવ્યુ. પ્રથમ યુવકમંડળના સદસ્યોએ 500થી માંડીને પોતાની આર્થિક ક્ષમતા મુજબ ફાળો લખાવ્યો અને પછી ગ્રામજનો સામે ફાળા બાબતે ટહેલ નાંખવામાં આવી. ગામના ...અનુસંધાન પાના નં.2

દીપક શર્મા | સોનગઢ

તંત્રની રાહ જોયા વિના યુવકોએ 2 કિમિના રસ્તા પર 5 લાખના ખર્ચે 52 વીજ પોલ ઉભા કરી અજવાળું પાથર્યુ
જાતે જ વીજપોલ ઊભા કરી રહેલા કીકાકૂઈ ગામના યુવાનો.

અન્ય સમાચારો પણ છે...