• Gujarati News
  • તાપી જિલ્લા વકીલ મંડળ દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ

તાપી જિલ્લા વકીલ મંડળ દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનાવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા. ૨જી ઓકટોબરથી શરૂ કરવામાં આવેલા સ્વચ્છ ભારતની ઠેર ઠેર વ્યાપક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપ તાપી જિલ્લા બાર એસોસિએશન દ્વારા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, તાપી ખાતે જિલ્લા બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, તાપી અને તેના તાબા હેઠળની તાલુકા કોર્ટો વાલોડ, સોનગઢ, ઉચ્છલ અને નિઝરની કોર્ટમાં પણ બાર એસોસિએશન દ્વારા સફાઇ ઝુંબેશના ભાગરૂપે કોર્ટ સંકુલ, બાર રૂમ અને અન્ય જગ્યાએ સાફ સફાઇ કરવામાં આવી હતી. અંગે વ્યારા વકીલ મંડળના પ્રમુખ વિપુલભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, સ્વચ્છતા સ્વસ્થ જીવનની પ્રથમ શરત છે. આજે સમગ્ર ભારતવર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં વ્યાપક જાગૃતિ આવે એવા પ્રયાસો થાય છે. જેથી ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા રાજયની તમામ ન્યાયાલયોમાં કાર્યરત વકીલ મંડળોને સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટ, વ્યારા અને તેના તાબા હેઠળની તાલુકા ન્યાયાલયોમાં પણ સફાઇની કામગીરી કરવામાં આવી હતી.