તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગુનખડી ગામની મીની પાણી પુરવઠા યોજના બંધ સ્થિતિમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુનખડી ગામની મીની પાણી પુરવઠા યોજના બંધ સ્થિતિમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢતાલુકાના ગુનખડી ગામે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ બનાવવા આવેલ મીની પાણી પૂરવઠા યોજના હાલમાં બંધ સ્થિતિમાં હોવાથી પીવાના પાણી બાબતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યોજના ફરીથી શરૂ થાય એવી માંગ ઉભી થઇ છે.

ગુનખડી ગામે ઉપલા ફળિયામાં પીવાના પાણી બાબતે પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઇ પાણી પુરવઠા બોર્ડ દ્વારા રૂપિયા 3.30 લાખના ખર્ચે મીની પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી હતી. યોજના અન્વયે નાની ટાંકી બનાવી ગ્રામજનોને ઘરેઘરે નળ કનેકશન આપવામાં આવ્યા હતા. જોકે યોજના શરૂ થયા ના થોડા સમયમાં યોજનાની સાથે ગોઠવવામાં આવેલ મોટર બળી જતા ટાંકી બંધ પડી ગઈ હતી. સાથે અન્ય પણ કેટલાક કારણોસર ટાંકી સહીતની યોજના બંધ પડી જતા ફળિયાવાસીઓને ફરીથી હેન્ડપંપના માધ્યમથી પાણી મેળવવાનો વારો આવ્યો છે. હાલમાં ટાંકી બંધ હોવાને કારણે ગૃહિણીઓ દુરદુરના વિસ્તારમાં આવેલ હેન્ડપંપ પરથી પાણી મેળવી કામ ચલાવી રહી છે અને મીની પાણી યોજના ફળિયામાં માત્ર શોભા વધારતી ઉભી છે. યોજના બંધ હોવાની બાબતે ઉનાળાના દિવસોમાં સૌથી વધુ તકલીફ પડે છે. પાણી પુરવઠા બોર્ડ અને ગામના આગેવાનો બાબતે યોગ્ય ધ્યાન આપી બંધ પડેલ યોજના ફરીથી શરૂ થાય એવા પ્રયત્ન કરે તેવી માંગ ગ્રામજનોએ કરી છે.

લોકોનેે પાણી બાબતે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો