• Gujarati News
  • સોનગઢમાં 30 થી 40 મિનીટ વરસાદનું જોરદાર ઝાપટું

સોનગઢમાં 30 થી 40 મિનીટ વરસાદનું જોરદાર ઝાપટું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢનગર અને તાલુકામાં રવિવારે બપોરના સમયે અચાનક ભારે પવન સાથે કમોસમી વરસાદ નું જોરદાર ઝાપટું નોંધાતા ચોતરફ પાણીપાણી થઇ ગયા હતા. વરસાદ ને કારણે ધરતીપૂત્રો ના માથે ચિંતા ની લકીર જોવા મળી છે.

સોનગઢ નગર અને તેની આસપાસ ના વિસ્તારોમાં સવારથીજ વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું હતુ.બપોરે 12 વાગ્યા ના સુમારે જોરદાર પવન ફૂકાવાની શરૂઆત થઇ હતી. થોડાજ સમયમાં વરસાદનું પણ આગમન થઇ ગયું હતુ. પવનની સાથે પડતા કમોસમી વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદ દરમિયાન થોડા સમય માટે બરફના નાનાનાના કરા પણ પડ્યા હતા.માત્ર 30થી 40 મિનીટ પડેલા વરસાદને કારણે સૌથી વધુ નુકશાન ધરતીપુત્ર એવા ખેડૂત સમાજને થયાનું નોંધાયું હતુ. વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.પશુઓ માટે સંગ્રહ કરાયેલો ઘાસચારો પલળી જતા ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે.કેટલાક ખેડૂતોએ મગફળીનો પાક ઉખેડી ખળીમાં ભેગો કર્યો હતો એવા ખેડૂતોને પણ નુકશાન થયાનું નોંધાયું હતુ. બપોરે 1.00 વાગ્યા બાદ આકાશ ફરીથી સ્વચ્છ બનતા જનજીવન રાબેતા મૂજબ થયું હતું.

સોનગઢમાં વરસાદ પડતાં લોકો પુલ નીચે ઊભા રહી ગયા હતા.